ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ અપાતા રમઝાનની ધુમધામથી ઉજવણી કરવામાં આવશે. જામનગરની પાચહાટડી અને દરબારગઢ જેવા વિસ્તારોમાં ફરીથી રોનક જોવા મળશે. જામનગરમાં કોરોના મહામારીમાં ખૂબ જ શાંતિપૂર્ણ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે ઉજવણી કરવામાં આવી અને હવે જ્યારે કોરોનાનું સંપૂર્ણ સંક્રમણ સમાપ્ત થઈ ગયું છે.
ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોટાભાગની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે જામનગર શહેરમાં સીટી-એ ડિવિઝન ખાતે પીઆઇ જલુ સાથે જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા રમજાન મહિનામાં લોકોને શહેરી અને ઇફ્તારી માટે જરૂરી વસ્તુઓ મળી શકે તે માટે બેઠક યોજવામાં આવી હતી અને ખાસ કરીને પાંચહાટડી અને દરબારગઢ જેવા વિસ્તારોમાં રમજાનની રોનક મુસ્લિમ બિરાદરોમાં જોવા મળે છે પરંતુ કોરોનાના કારણે તમામ પ્રતિબંધો દૂર થયા છે. ત્યારે ફરીથી વેપાર ધંધાને વેગ મળશે અને પોલીસ દ્વારા પણ વેપારીઓને કોઇ કનડગત કરવામાં નહીં આવે અને સાથ સહકાર આપવામાં આવશે. એવી પીઆઇ જલુ દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને આ તકે પોલીસ વિભાગનો પણ જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.
જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા પ્રમુખ ઉમર અબ્દુલભાઈ બ્લોચ પ્રભારી ભુરાભાઈ ખફી, મહામંત્રી સલીમભાઈ સમા, અલુ પટેલ વોર્ડ નંબર 12 પ્રમુખ રાઉફભાઈ ગઢકાઈ મોસીનબાપુ બુખારી, ઈસમાલ રાઠોડ, જાવીદ સેતા, સલીમ બોસ, મુન્નાભાઈ આરબ, ઇરફાનભાઇ બ્લોચ, ઈસુબભાઈ મકરાણી, મહેબુબભાઈ, અખતર મન્સૂરી અને લઘુમતિ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.