Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં 1.26 કરોડ લોકો ગરીબ

ગુજરાતમાં 1.26 કરોડ લોકો ગરીબ

વર્ષ 2021માં જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 1,010 ગરીબ કુટુંબો વધ્યાં

- Advertisement -

ુજરાતમાં ગરીબી વધી રહી છે. ગુજરાતમાં 25 ટકાથી વધુ પરિવારો ગરીબીરેખા નીચે જીવી રહ્યાં છે. ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવી રહ્યા છે પણ ગરીબી દૂર થઇ શકી નથી. ગુજરાત સરકારે જ વિધાનસભામાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે રાજ્યમાં 1.26 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવન વ્યતીત કરી રહ્યા છે. ગુજરાતમાં શહેરો કરતા ગામડાઓમાં ગરીબીનું પ્રમાણ વધુ છે. એક બાજુ વાઇબ્રન્ટ ગુજરાતમાં વિકાસના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે અને ગુજરાત તમામ ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે કડવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. સરકારના એક રિપોર્ટ મુજબ વર્ષ 2021માં જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં 1010 ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધી હતી.

- Advertisement -

ગ્રામ વિકાસ કચેરી દર વર્ષે સર્વેક્ષણ કરી અને ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની ઓળખ કરે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની સંખ્યા 31,56,541 છે. જો આ તમામ કુટુંબોમા સરેરાશ ચાર સભ્યો હોય તો એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં 1,26,26,164 લોકો ગરીબી અવસ્થામાં જીવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular