Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમોરાણાની યુવતીનું પાણીના બંધમાં ડૂબી જવાથી મોત

મોરાણાની યુવતીનું પાણીના બંધમાં ડૂબી જવાથી મોત

માનસિક અસ્વસ્થ સોમવારે ઘરેથી કહ્યા વગર ચાલી ગઈ : પાણીમાંથી મૃતદેહ સાંપડયો : જામનગરના વૃદ્ધનું દરિયાઈ ખાડીમાં ડૂબી જવાથી મૃત્યુ : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી

- Advertisement -

જોડિયા તાલુકાના મોરાણા ગામ નજીક આવેલા પાણીના બંધમાં ન્હાવા પડેલી યુવતીનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જામનગર નજીક આવેલા રોઝી બંદર પાસેના દરિયાની ખાડીમાં ન્હાવા પડેલ વૃધ્ધનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જોડિયા તાલુકાના મોરાણા ગામમાં રહેતાં ઉર્મિલાબેન કાળુભાઈ ગણેસિયા (ઉ.વ.25) નામની માનસિક અસ્વસ્થ યુવતી તેના ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગઈ હતી અને ત્યારબાદ સોમવારે બપોરના સમયે ગામ નજીક આવેલા 5ાણીના બંધમાં કોઇ કારણસર પડી જતા બેશુદ્ધ થઈ ગઈ હતી અને ત્યારબાદ યુવતીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે જાણ થતા એએસઆઇ પી.ડી.જરુ તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે મૃતકના ભાઈ રાજેશના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો બનાવ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 54 વિસ્તારમાં આવેલી વિશ્રામ વાડી પાસે રહેતા દામજીભાઈ વાલજીભાઇ ગોરી (ઉ.વ.75) નામના નિવૃત્ત વૃધ્ધને છેલ્લાં બે વર્ષથી માનસિક બીમારીની સારવાર ચાલુ હતી તે દરમિયાન સોમવારે સવારે તેના ઘરેથી રોઝી બંદરે દર્શન જવાનું કહીને નિકળ્યા હતાં. ત્યારબાદ રોઝી બંદર રોડ પર આવેલી દરિયાઈ ખાડીના પાણીમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા એએસઆઈ એફ.જી. દલ તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને વૃધ્ધનો મૃતદેહનો બહાર કાઢી મૃતકના પુત્ર મહેન્દ્રભાઇના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular