Friday, December 5, 2025
Homeરાજ્યહાલારજામનગરના દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા દ્વારકાની મુલાકાત કરાવાઈ

જામનગરના દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા દ્વારકાની મુલાકાત કરાવાઈ

દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષણમાં ઉપયોગી થવા હેતુ આયોજન કરાયું

જામનગરના એસ.એસ.એ. આઈ.ઈ.ડી. યુનિટના દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષકો દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષણમાં ઉપયોગી થવાના આશય સાથે તાજેતરમાં દ્વારકાની એક્પ્લોર મુલાકાત લેવામાં આવી હતી.
એસ.એસ.એ. જામનગરના આઈ.ઈ.ડી. યુનિટમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષકોએ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે તાલીમમાં ઉપયોગી નવીન જાણકારી માટે દ્વારકાની એક્સપ્લોર વિઝીટ કરાવવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ તમામ શિક્ષકોએ ભારતના પ્રસિદ્ધ જગતમંદિરમાં દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યાર બાદ મંદિરના પ્રાંગણમાં વિવિધ મંદિરોની મુલાકાત લઈ, દર્શન કર્યા હતા. આ તેઓએ સાથે જગતમંદિરનો ઇતિહાસ અને ધાર્મિક મહત્વ વિશેની અલભ્ય જાણકારી મેળવી હતી.
આ મુલાકાતમાં દ્વારકામાં માનસિક દિવ્યાંગોના શિક્ષણ ક્ષેત્રે કામ કરતી ‘રાધે’ ડિફ્રન્ટલી એબલ્ડ ફાઉન્ડેશનની મુલાકાત કરી હતી અને સંસ્થાના સંચાલક રસિકભાઈ છાયા દ્વારા શાળાના માનસિક દિવ્યાંગ બાળકોની મુલાકાત કરાવી અને તેના શિક્ષણ અને વિવિધ તાલીમના વર્ગો, રહેવા-જમવાના સ્થળ, પ્રાર્થનાખંડની મુલાકાત કરાવી તેની સઘળી જાણકારી આપી હતી.
જામનગરથી આવેલા આ દિવ્યાંગ બાળકોએ ભડકેશ્વર મહાદેવ મંદિર, લાઈટ હાઉસ અને સમુદ્રતટની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ ભારતભરમાં શૈક્ષણિક અને સેવા ક્ષેત્રે કામ કરતા સનાતન સેવા આશ્રમની મુલાકાત લઈ, ત્યાં ગિરધરભાઈ જોશી દ્વારા આશ્રમની શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી આપવામાં આવી હતી.
આ સમગ્ર પ્રવાસનું આયોજન જામનગર જિલ્લા આઈ.ઈ.ડી. કો-ઓર્ડીનેટર હેમાંગિનીબેન દવેના રાહબરી હેઠળ થયું હતું. તેમના દ્વારા પ્રવાસના સ્થળ અને તેના મહત્વ વિશે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular