Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરએક ટોર્પિડો સ્કૂલ તરીકે થઇ હતી વાલસુરાની સ્થાપના

એક ટોર્પિડો સ્કૂલ તરીકે થઇ હતી વાલસુરાની સ્થાપના

- Advertisement -

બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન ટોર્પિડો સ્કૂલની સ્થાપના કરીને ભારતમાં ટોર્પિડો હેન્ડલિંગ અને તેની પૂરક કામગીરી માટે તાલીમ કેન્દ્ર બનાવવાની જરૂરિયાત ઉભી થઈ હતી. ટોર્પિડો સ્કૂલની સ્થાપના માટે જયાં ટોર્પિડો રનિંગ અને ડેપ્થ ચાર્જ ફાયરિંગ શક્ય હોય તેવું પાણીવાળું સ્થાન પસંદ કરવું જરૂરી હતું.

- Advertisement -

ત્યારે નવાનગર રાજ્યમાં રોઝી ટાપુની આસપાસનો દરિયાઈ વિસ્તાર ધ્યાનમાં આવ્યો. નવાનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ તેમના 38 એકરના અનામત રોઝી આઇલેન્ડની જગ્યા માત્ર વાર્ષિક રુ.1 ના ટોકન ભાડાથી આ સંસ્થા માટે ઓફર કરી. ઇંખઈંજ વાલસુરાને તા. 15 ડિસેમ્બર 1942ના રોજ મહારાણી ગુલાબકુંવરબા દ્વારા કમિશન કરવામાં આવ્યું હતું અને તેની શરૂઆત રોયલ ઈન્ડિયન નેવીની ટોર્પિડો સ્કૂલ તરીકે કરવામાં આવી હતી. ભારતની આઝાદી પછી ટોર્પિડો સ્કૂલને કોચીનમાં ખસેડવામાં આવી હતી. જામસાહેબે સંસ્થાના વિસ્તરણ માટે બીજી 600 એકર જમીન દાનમાં આપી હતી.

વાલસુરાનું નામ બે તમિલ શબ્દો ’વાલુ’ અર્થાત તલવાર અને ’સોરાહ’ અર્થાત માછલીના સંયોજન પરથી પડ્યું છે. આ શાળાના ક્રેસ્ટમાં બે ક્રોસ કરેલા ટોર્પિડો અને લેટિન મુદ્રાલેખ ’વાલસુરા સેમ્પર વિરેટ’ (અર્થાત, વાલસુરા હંમેશા વિજયી રહેશે) સાથેની ખાણની વચ્ચે એક સ્વોર્ડફિશ મૂકવામાં આવી હતી.

- Advertisement -

ભારત પ્રજાસત્તાક બન્યા પછી 1950 માં ક્રેસ્ટ બદલવામાં આવ્યો. સ્વોર્ડફિશને તેના માથા અને તેના શરીરના મોટા ભાગ સાથે પાણીની ઉપર સમુદ્રમાંથી કૂદકો મારતી દર્શાવવામાં આવી હતી, જેમાં તેના માથામાંથી વીજળીની ત્રણ પટ્ટીઓ નીકળતી હતી. સૂત્રને બદલીને તસ્ય ભાસા સર્વમિંદ વિભાતિ કરવામાં આવ્યું હતું- જેનો અર્થ થાય છે – ’જે પ્રકાશ અહીંથી નીકળે છે, તે બધાને પ્રકાશિત કરે છે’, તે ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. INS વાલસુરા ભારતીય નૌસેનાની પ્રીમિયમ તાલીમ સંસ્થા છે. આ સંસ્થાને ભારતીય નૌસેના, તટરક્ષક દળ અને મિત્ર વિદેશી દેશોના અધિકારીઓ અને સૈન્ય નાવિકોને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, શસ્ત્ર પ્રણાલીઓ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગે તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. INS વાલસુરામાં આજે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સ્કૂલ, ઇલેક્ટ્રિકલ ટેક્નોલોજી સ્કૂલ, બેઝિક ઇલેક્ટ્રિકલ સ્કૂલ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી સ્કૂલ, સેન્ટર ફોર ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અને ટ્રેનિંગ ડિઝાઇન અને મૂલ્યાંકન સેલ છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત પ્રજાસત્તાક બન્યું અને સંસ્થાનું નામ બદલીને INS વાલસુરા કરવામાં આવ્યું. કમાન્ડર ડી.એચ.આર. દાદાભોય પ્રથમ ભારતીય કમાન્ડિંગ ઓફિસર હતા.વાલસુરાને ડિસેમ્બર 2001માં સ્પેશિયલ યુનિટ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદ આજે ઇન્ડિયન નેવલ શિપ (INS) વાલસુરાને પ્રતિષ્ઠિત ’પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ’થી સન્માનિત કરશે. ’પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ’ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની અસામાન્ય સેવા બદલ સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. ઈંગજ વાલસુરાએ લગભગ 80 વર્ષ કરતાં વધારે સમયથી રાષ્ટ્રને આપેલી નોંધપાત્ર અને શૌર્યપૂર્ણ સેવાથી પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular