Tuesday, December 24, 2024
Homeરાજ્યહોળી-ધૂળેટીમાં બેટ દ્વારકામાંથી મોબાઇલ ચોરી કરનાર શખ્સને ઝડપી પાડતી દ્વારકા એલસીબી

હોળી-ધૂળેટીમાં બેટ દ્વારકામાંથી મોબાઇલ ચોરી કરનાર શખ્સને ઝડપી પાડતી દ્વારકા એલસીબી

- Advertisement -

દ્વારકામાં હોળી-ધૂળેટીના તહેવારોની ભીડ દરમ્યાન મોબાઇલ ચોરી કરનાર એક શખ્સને દ્વારકા એલસીબીએ ઝડપી લઇ ઓખા મરીન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ હોળી-ધુળેટીના તહેવારમાં દ્વારકા તેમજ બેટ દ્વારકા આવતાં શ્રધ્ધાળુઓની ભીડનો લાભ ઉઠાવી મોબાઇલની ચોરી કરનાર સુરજ ઉર્ફે સુર્યો કાનાભાઇ કોળી ઓખા રેલ્વે સ્ટેશન સામે વાહન પાર્કિંગમાં હોવાની હેકો. અરજણભાઇ નારણભાઇ મારૂને મળેલી બાતમીના આધારે દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષીની સુચના અને એલસીબીના પીઆઇ જે.એન.ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી દ્વારકા પીએસઆઇ એસ.વી.ગળચર, એએસઆઇ ભરતભાઇ ચાવડા, કેશુરભાઇ ભાટીયા,વિપુલભાઇ ડાંગર, હેકો. અરજણભાઇ મારૂ, જીતુભાઇ હુણ, પો.કો. ગોવિંદભાઇ કરમૂર, ડ્રાઇવર એએસઆઇ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સ્ટાફ દ્વારા આરોપી સુરજ ઉર્ફે સુર્યો કાનાભાઇ કોળીને રૂા.12,000ની કિંમતનો રિયલ મી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન, રૂા.5000ની કિંમતનો સેમસંગ કંપનીનો ફોન તથા 400 રૂપિયા રોકડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને ઓખા મરીન પોલીસ સ્ટેશનને વધુ કાર્યવાહી માટે સોંપી આપ્યો હતો. આરોપીની પુછપરછ દરમ્યાન તેણે ગત્ હોળી ધૂળેટીના તહેવારમાં બેટ દ્વારકા ખાતેથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular