તા. 20 માર્ચ વિશ્વ ચકલીદિન નિમિત્તે જામનગરના બર્ડ સેવર અને પક્ષીપ્રેમી ફિરોઝખાન પઠાણ અને પક્ષીપ્રેમીઓ દ્વરારા સુજાતા મશીન ટુલ્સના સહયોગથી ચકલી માટેના માટીના માળા તથા પક્ષીઓને પીવાના પાણીના માટીના કુંડાનું જામનગરની પ્રજામમાં વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ ડીકેવી સર્કલ ખાતે યોજવામાં આવ્યો હતો. સતત 14માં વર્ષે 1000 જેટલા પાકા માળા અને કુંડા પૂર્વરાજ્યમંત્રી હકુભા જાડેજા, ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, મંત્રી અક્ષત વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, દાતા પરિવારના સુજીતભાઇ નકુમ, ફોરેસ્ટ વિભાગના પાલુભાઇ સિંધિયા પત્રકાર મમંડળના પ્રમુખ હિરેન ત્રિવેદી સહિત અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ફોટો જર્નાલીસ્ટ વિશ્ર્વાસ ઠક્કર, પક્ષીવિદ્ આશિષ પાણખાણીયા, જુમા સફીયા, અંકુશ ગોહિલ, આનંદ પ્રજાપતિ, જયેશ જોશી, શિવાની કામદાર, નેહા મંગે, ચેતન સભાયા, કિશોરભાઇ પીઠડીયા, આમીરખાન પઠાણ, મોઇનખાન, મયુર લીંબડ, ઉદિત કટારમલ, વૈભવ ચુડાસમા, ભગીરથ ગોંડલીયા સહિતના અનેક પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણ સંસ્થાના કાર્યકરો પ્રયત્નશીલ રહ્યાં હતાં. આ પ્રસંગે હાપાથી રાજેશભાઇ માવાણી અને તેમની ટીમ દ્વારા બનાવવામાં આવેલ લાકડાના 80 જેટલા માળા પણ વિતરણ કરવામાં આવ્યા હતાં.