જામનગરમાં લાખોટા તળાવ ખાતે ફરવા આવતાં કપલ તથા બાળકો પાસેથી પોલીસની ધાક જમાવી પૈસા પડાવતો ડુપ્લીકેટ પોલીસ બની ફરતો એક શખ્સ ઝડપાયો હતો.
લાખોટા તળાવ ઘણા સમયથી ડુપ્લીકેટ પોલીસ તરીકે આવતો અને અલગ અલગ જગ્યાએ બાળકો અથવા તો કપલ બેઠા હોય ત્યારે ત્યાં પોલીસની ધાક જમાવતો અને પૈસા પડાવી લેતો આરોપી મૂળ દ્વારકા નો એક શખ્સ ઝડપાયો હતો. તળાવની પાળ ખાતે ફરજ બજાવતાં સિકયુરીગાર્ડે આ ડુપ્લીકેટ પોલીસને રંગે હાથ ઝડપી પાડયો હતો. આરોપી સાથે સિકયુરીટી ગાર્ડને હાથાપાઇમાં ઇજા પણ પહોંચી હતી. આ દરમ્યાન આરોપી એ પોતાનો મોબાઇલ પૂરાવાના નાશ કરવા માટે તળાવમાં ફેંકી દીધો હતો. જેને ધ્યાને લઇ ત્યા ફરજ બજાવતાં સિકયુરીટી ગાર્ડ કલ્પેશ ફલીયાએ તાત્કાલિક તળાવમાં ઝંપલાવી જીવના જોખમે મોબાઇલ બહાર કાઢયો હતો અને આરોપીને પોલીસને સોંપી આપ્યો હતો.