જામનગર શહેરમાં સાત રસ્તાથી શરૂ સેકશન રોડ પર લગાડેલા જાહેરાતના બોર્ડ આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ઉતારી લેવામાં આવ્યાં હતાં. જે પેઢી દ્વારા સમય મર્યાદા પૂરી થયા બાદ બોર્ડ ઉતાર્યા ન હોય તેવા બોર્ડ ઉતારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સાત રસ્તાથી શરૂ સેકશન રોડ પર ડીવાઈડતર ઉપરના થાંભલામાં તથા અન્ય સ્થળોએ લગાડેલા જાહેરાતના બોર્ડોમાં પેઢી દ્વારા સમય મર્યાદા પૂર્ણ થયા પછી પણ જે બોર્ડ ઉતારવામાં આવ્યા ન હતાં તેવા બોર્ડો આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી અને કર્મચારીઓ દ્વારા આવા બોર્ડો ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.