ફિયાઓ ફરીથી સક્રિય બન્યા હોવાથી જામજોધપુર મામલતદારની ટીમ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને રોયલ્ટી ભર્યા વગર રેતી-પથ્થર ભરેલા ચાર ટ્રેકટર તેમજ માટી અને કપચી ભરેલા બે ડમ્પર સિઝ કરવામાં આવ્યા હતાં અને પોલીસ તંત્ર તેમજ ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવી છે.
આ કાર્યવાહીની વિગતો મુજબ જામજોધપુર પંથકમાં કેટલાંક ખાણ માફિયાઓ સક્રિય બન્યા છે અને જુદા જુદા વિસ્તારોમાંથી માટી, મોરમ, કપચી, બેલા સહિતની સામગ્રી કોઇપણ પ્રકારની રોયલ્ટી ભર્યા વિના લઇ જઇ રહ્યા છે. તેવી માહિતી જામજોધપુરના નવનિયુક્ત મામલતદાર કે.સી. વાઘેલાને મળી હતી. જેથી છેલ્લા બે દિવસ દરમિયાન મામલતદાર અને તેમની સંયુક્ત ટીમ દ્વારા જામજોધપુર પંથકમાં જુદા જુદા વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જે દરમિયાન કોઇપણ પ્રકારની રોયલ્ટી ભર્યા વગરના રેતી ભરેલા ત્રણ ટ્રેકટરો મળી આવ્યા હતાં. જ્યારે પથ્થરના બેલા ભરેલું એક ટ્રેકટર પણ મળી આવ્યું હતું. જે ચારેય વાહનોને કબજે કરી લઇ જામજોધપુર પોલીસ મથકમાં મૂકી દેવાયા છે અને પોલીસ તંત્રને અરજી આપી છે સાથોસાથ જામનગરના ખાણ ખનિજ વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી છે.
ઉપરાંત જામજોધપુર પંથકમાંથી એક ડમ્પરમાં ગેરકાયદે માટી ભરીને લઇ જવાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જ્યારે એક ડમ્પરમાં કપચી ભરેલી હતી. જેના પણ કોઇ બિલ કે, આધાર-પુરાવા ન હોવાથી મામલતદારની ટીમ દ્વારા બન્ને વાહનો જપ્ત કરી લેવામાં આવ્યા છે અને પોલીસ મથકમાં કમ્પાઉન્ડમાં મૂકી દેવાયા છે અને પોલીસ તેમજ ખાણ ખનિજ વિભાગને જાણ કરાઇ છે. જામજોધપુરના મામલતદારની ટીમની આ કાર્યવાહીને લઇને ભારે નાશભાગ મચી ગઇ છે. ત્યારે ઘણા સમય થયા આવા વાહનો રોયલ્ટી ભર્યા વિના બેરોકટોક ચાલતા હોય, પોલીસ વિભાગની નજર સામે જ પસાર થતાં હોય, છતાં પોલીસ તંત્ર આ બાબતે ભેદી રીતે ચૂપકીદી સેવી કાર્યવાહી કરતું નથી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.