જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય અને નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય કૃણાલ દેસાઇ દ્વારા હોળી-ધુળેટીના ઉત્સવ નિમિતે દ્વારકાધીશના દર્શને જતા પગપાળા યાત્રાળુઓની સલામતી માટે કાળજી રાખવા સૂચના મુજબ સિક્કા પો.સ્ટે.ના પો.સબ. ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી તથા સ્ટાફ દ્વારા પગપાળા યાત્રાળુઓને રાત્રીના સમયે કોઈ અકસ્માતથી બચવા તેમને રેડિયમ લગાડી તથા રોડની સાઇડમાં ચાલવા જણાવ્યું હતું. તેમજ સેવા કેમ્પમાં આવતા યાત્રાળુઓને કાયમના ધોરણે રેડિયમ લગાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ વાહન ધીમી ગતિએ ચાલે અને અકસ્માત નિવારવા માટે હાઇવે ઉપર સિક્કા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.