Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભોઇ જ્ઞાતિ દ્વારા હોલિકા ઉત્સવની તૈયારી

ભોઇ જ્ઞાતિ દ્વારા હોલિકા ઉત્સવની તૈયારી

- Advertisement -

ભોઇ જ્ઞાતિ સમસ્ત-જામનગર દ્વારા છેલ્લા 66 વર્ષથી શાસ્ત્રોક્ત વાતા આધારિત હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે. જેમાં ઘાસ, કોથળા, કલર, લાકડું, કપડા અને વિવિધ સામગ્રીઓ દ્વારા આ હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે.

- Advertisement -

સમાજના યુવાનો વડીલોના માર્ગદર્શન હેઠળ એક મહિના જેટલા લાંબાસમય રાત-દિવસ હોલિકાનું પૂતળ બનાવવા મેહનત કરે છે. જેમાં આ વર્ષે ભોઇ જ્ઞાતિ સમસ્ત-જામનગરના પ્રમુખ અનિલભાઈ ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહક સમિતિની નિમણુંક કરવામાં આવી છે. જેના અધ્યક્ષ તરીકે રૂપેશભાઈ વારા, ઉપાધ્યક્ષ બીપીનભાઈ વારા, કોષાધ્યક્ષ ચંદ્રેશભાઇ વારા, સભ્ય સંજયભાઈ દાઉદીયા, સભ્ય મયુર વારાની દેખરેખ હેઠળ હોલિકા સર્જક તરીકે ભરતભાઈ ગોંડલીયા તથા રવિ વારા તેમજ રમેશભાઈ જેઠવા તેમજ આભૂષણ માટે અલ્પેશભાઈ વારા, સની કુંભારાણા, કપિલ જેઠવા, વૈભવ જેઠવા, પ્રતીક જેઠવા સહિતના નામી-અનામી ગ્રુપો અને યુવાનો સાથે મળી સમગ્ર આભૂષણ તૈયાર કરે છે અને હોલિકા મહોત્સવના દિવસે ફાગણ સુદ પૂનમના દિવસે આમંત્રિત મહેમાનોના હસ્તે હોલિકાનો પ્રાગટ્ય કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં જામનગર શહેર તેમજ જિલ્લા અને સમગ્ર ભારતમાંથી હોલિકાને નિહાળવા લાખોની સંખ્યામાં લોકો ભોઇવાડામાં આવેલ હોલિકા ચોક ખાતે પધારે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular