Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ફ્લિપકાર્ટની પેટા કંપની ઇન્સ્ટાકાર્ટના સુપરવાઈઝર દ્વારા 8.15 લાખ ની છેતરપીંડી

જામનગરમાં ફ્લિપકાર્ટની પેટા કંપની ઇન્સ્ટાકાર્ટના સુપરવાઈઝર દ્વારા 8.15 લાખ ની છેતરપીંડી

કંપનીના પાર્સલો ગ્રાહકોને આપી 8 લાખથી વધુની રકમ કંપનીને પરત ન કરી વિશ્વાસઘાત કર્યો

- Advertisement -

જામનગરમાં ગ્રાહકો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન ચીજવસ્તુની ખરીદીની ડીલીવરીનું કામ સંભાળતી કંપનીના સુપરવાઈઝરએ કંપનીના પાર્સલો ગ્રાહકોને આપી તેમના પાસેથી રકમ વસુલી પોતાના ઉપયોગમાં લઇ કંપનીમાં તે રકમ જમા ન કરાવી 8,15,642 રૂપિયા પરત ન આપી છેતરપીંડી આચરતા ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની વિગતો મુજબ, અમદાવાદમાં રહેતા શૈલેષભાઈ છગનભાઈ નાકરાણી એઇમ લોજીસ્ટીક સર્વિસના નામે ફ્લિપકાર્ટની પેટા કંપની ઇન્સ્ટાકાર્ટ તરફથી ઓનલાઈન ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતી ચીજવસ્તુઓની ડીલીવરીનું કામ સંભાળતા હોય અને તેમની પેટા ઓફીસ જામનગરમાં દરેડ જી.આઈ.ડી.સી. માં આવેલ હોય જેનું સુપરવઈઝર તરીકે ફરજ બજાવતા એજાજ હનીફભાઈ દરેશ દ્વારા ડીસેમ્બર તથા જાન્યુઆરી માસ દરમ્યાન ચીજવસ્તુની ડીલીવરીના 8 લાખ 15 હજાર 642 રૂપિયાના પાર્સલો ગ્રાહકોને આપી તેની કિંમત વસુલી તે રકમ કંપનીને પરત ન કરી તે પૈસા પોતાની પાસે રાખી લીધા હતા. તેઓએ હજુ સુધી કંપનીના 8 લાખ 15 હજાર 642 રૂપિયા જમા ન કરાવી કંપની સાથે છેતરપીંડી આચરતા શૈલેષભાઈ એ એજાજ વિરુધ પંચ બી ડીવીઝન પોલીસ દફતરમાં આઈપીસી કલમ 408 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular