રાજકોટ ડિવિઝનના સિંધાવદર સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે 6 માર્ચ થી 11 માર્ચ સુધી રેલ યાતાયાતને અસર થશે. અભિનવ જેફ, સિનિયર ડીસીએમ, રાજકોટ ડિવિઝનના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 22959 વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 07 થી 10 માર્ચ સુધી રદ રહેશે. ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 08.થી 11 માર્ચ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 06 થી 09 માર્ચ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19210 ઓખા – ભાવનગર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી ભાવનગર માટે 07 થી 10 માર્ચ સુધી ચલાવવામાં આવશે. આથી આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી 07.03.2022 થી 10.03.2022 સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદથી સુરેન્દ્રનગર 07 માર્ચ થી 10 માર્ચ સુધી ચાલશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 22923 બાંદ્રા – જામનગર હમસફર એક્સપ્રેસ 07 માર્ચના રોજ બાંદ્રાથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન અમદાવાદ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસ 08 માર્ચના રોજ અમદાવાદથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 22969 ઓખા – વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસને 10 માર્ચ ના રોજ રિશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમય 14.05 કલાકે ને બદલે 2 કલાક મોડી એટલે કે 16.05 કલાકે ઉપડશે.
તમામ તારીખો ટ્રેનોના પ્રારંભિત સ્ટેશન પરથી ઉપડવાની છે. રેલ્વે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.