ગઇકાલે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્રને સંસદસભ્ય પૂનમબેન માડમે આવકારી રાજ્યના તમામ ક્ષેત્રના, તમામ વર્ગના લોકોને રાહત આપતું વિકાસલક્ષી સર્વગ્રાહી અંદાજપત્ર ગણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા નાણામંત્રી કનુભાઇ દેસાઇને અભિનંદન પાઠવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ઉપસ્થિતિમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ થયેલ બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસ સિધ્ધ કરનારું બની રહેશે. ગુજરાત બજેટમાં નાણામંત્રી દ્વારા જામનગર શહેરમાં રીંગ રોડ માટે રૂા. 70 કરોડની ફાળવણી કરી છે. જેનાથી હાલની પરિસ્થિતિ અને જામનગર જિલ્લાની વાહન વ્યવહારની સુવિધા માટે ઉપયોગી બને અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે.
જામનગર ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર સ્થાપના માટે આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું પાયાનું શિક્ષણ અને ઉજ્જવળ કારકિર્દી માટે ઉપયોગી બની રહેશે. ભવિષ્યની આવકાર પેઢીને વિજ્ઞાન ક્ષેત્રે વધુ જાણકારી માટે આવી સુવિધા પાયાની બની રહેશે.
ગુજરાત સરકારના બજેટમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાને વર્ષ 2013માં જિલ્લા મથક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ખંભાળિયા ખાતે મેડિકલ કોલેજ બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રજાને ખૂબ જ સુવિધાયુક્ત બની રહેશે.
આ ઉપરાંત આપણી પવિત્ર ભૂમિ અને યાત્રાધામ દ્વારકા તથા ઓખા જે છેવાડાનો વિસ્તાર રેલવેની સુવિધાયુક્ત હતું. જે બહારથી આવતા યાત્રાળુઓને સુવિધામાં વધારો કરવા દ્વારકા ખાતે એરપોર્ટ બનાવવાની કરેલ જાહેરાતથી આ સુવિધામાં એક નવી કલગી ઉમેરાયેલ છે જેને આવકારું છું.
બાગાયતી પાકો માટે સેન્ટર એક્સેલન્સ બનાવવામાં આવશે. જેના દ્વારા બાગાયતી ખેતીને એક નવુ પ્રોત્સાહન મળી રહેશે અને ખેડૂતોને લાભદાયી પુરવાર થશે. આમ જામનગર સંસદીય ક્ષેત્રના વિકાસ માટે અને પ્રજાના કલ્યાણ માટે ઉપયોગી સુવિધાને આગળ વધારવા ઉપયોગી પુરવાર થશે.
આરોગ્ય માટે સતત ચિંતિત સરકાર દ્વારા પ્રજાના આરોગ્ય માટે રૂા. 12240 કરોડની ફાળવણી કરી છે. પ્રજાના આરોગ્ય અને સુખાકારી માટે મહત્વની બાબત ગણી શકાય.
આપણા ખેતી પ્રધાન દેશના ધરોહર માટે રૂા. 7737 કરોડની ફાળવણી કરી છે. જે ખેડૂતોની આવકમાં વધારો કરવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ખેડૂતોના પ્રગતિના સ્વપ્નને સાકાર કરતું બની રહેશે. આ બજેટમાં ખેતીક્ષેત્રે ડ્રોનના ઉપયોગ માટે અલગથી 35 કરોડની જોગવાઇ કરી છે. જે ખેડૂતોને ખૂબ જ ઉપયોગી બની રહેશે.
ખેડૂતોને રવિ ઉનાળુ પાક માટે વ્યાજમાં રાહત આપતી યોજનાની પણ જાહેરાત કરી છે. જે માટે રૂા. 1250 કરોડની ફાળવણી કરી છે. જે ખેડૂતોને વ્યાજની ચિંતામાંથી મુક્ત કરતું મહત્વનું પગલું છે.
કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને પડેલ મુશ્કેલી અને વિદ્યાર્થીઓના અભ્યાસ અને સુવિધા માટે ચિંતિત સરકાર રૂા. 34884 કરોડની બજેટમાં સૌથી વધુ કહી શકાય તેવી નોંધપાત્ર ફાળવણી શિક્ષણ ક્ષેત્રે કરેલ છે. જે આવનારી પેઢીને આગળ વધવા પ્રેરણારુપ બનશે. ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવાની જાહેરાત કરી છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ નવી-નવી શોધખોળ કે અભ્યાસમાં આગળ વધવા રાહ ખોલશે. સ્કૂલોને વધુ સુવિધાયુક્ત બનાવવા રૂા. 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેના દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સુવિધાસભર વાતાવરણ મળી રહેશે.
શહેરોની વધતી વસ્તી અને વધતા વિસ્તાર માટે રૂા. 14927 કરોડની ફાળવણી કરેલ છે. જે શહેરીજનોની પાયાની સુવિધા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.
શહેર તથા ગામડાંમાં પાણીની સમસ્યા માટે સતત ચિંતીત અને વડાપ્રધાન મોદીના નળ સે જળના સૂત્રને પરિપૂર્ણ કરવા માટે રૂા. 5451 કરોડની ફાળવણી કરી પાણીની સમસ્યા માટે ફળદાયી બની રહેશે.
રાજ્યના દરેક કુટુંબની અન્ન સલામતિ સુનિશ્ર્ચીત કરવા અને રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ 70 લાખ કુટુંબોને અનાજ પુરું પાડવા સરકારની પ્રાથમિકતાને ધ્યાને લઇ રૂા. 1526 કરોડની જોગવાઇ કરેલ છે. કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં વડાપ્રધાન દ્વારા શરુ કરાયેલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 28 લાખ ટન અનાજ પુરું પાડવાનું ભગીરથ કાર્ય સરકાર દ્વારા પરિપૂર્ણ કરેલ છે. જે ગૌરવની બાબત કહી શકાય. પુરવઠા વિતરણની વ્યવસ્થાને પારદર્શિત બનાવવા માટે વ્યાજબી ભાવના દુકાનદારોને ઇલેકટ્રીક વજનકાંટા પુરા પાડવાની જોગવાઇ કરેલ છે. એનએફએસએ હેઠળ નોંધાયેલ કુટુંબની તંદુરસ્તી માટે અને લોકોના પ્રોટીનનો પ્રમાણ વધારવા તુવેરદાળનું વિતરણ શરુ કરાયેલ છે. જે સ્વાસ્થ્ય અને પોષણ માટે પર્યાપ્ત ગણી શકાય.
સરકાર દ્વારા નિરાધાર વૃધ્ધો તથા 80 વર્ષથી વધુ વયના નિરાધાર વૃધ્ધોને તથા દિવ્યાંગોને આર્થિક સહાયરુપ થવા માસિક રૂા. 1000ની જાહેરાત કરી છે. આદિજાતિ વિસ્તારમાં લોકોને નેટવર્ક મળી રહે તે માટે 500 નવા મોબાઇલ ટાવર ઉભા કરવામાં આવશે. જેના દ્વારા સદરહુ વિસ્તારોમાં માહિતીનો આદન-પ્રદાનની માળખાકીય સુવિધા પુરી પાડશે.
ગાંવંશ નિભાવ તેમજ તેની માળખાકીય સગવડો માટે મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેના દ્વારા પશુપાલન કરતાં લોકોને આ યોજનાનો લાભ મળકે. મત્સ્યોદ્યોગ વિભાગ માટે રૂા. 880 કરોડની જોગવાઇ કરી છે. જે દ્વારા માછીમારી ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.
એકંદર ગુજરાત સરકારનું વર્ષ 2022-23નું આ બજેટ રાજ્યનો દરેક આયામોથી વિકાસ થાય દરેક વર્ગને રાહત થાય અને વધુ સુવિધાઓ મળે તેમજ માળખાકીય વિસ્તાર થાય અને ખેતી, વિજ્ઞાન, શિક્ષણ, રોજગાર, આરોગ્ય, ટેકનોલોજી અને વિવિધ સુવિધાઓના ક્ષેત્રમાં પણ ક્રાંતિકારી અને સુદ્રઢ ભવિષ્ય નિર્માણ થાય તે સુનિશ્ર્ચિત કરતું બજેટ છે. સમગ્રપણે રાષ્ટ્રના અને રાજ્યના સર્વાંગી વિકાસને આવરી લેતું અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના ઉદ્રેશ્યોને સાર્થક કરતું તેમજ આત્મનિર્ભર ગુજરાતના સ્વપ્નને સાકાર કરતું આ સંતુલિત બજેટ રજૂ કરવા બદલ સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નાણામંત્રી કનુભાઇ દેસાઇને અભિનંદન પાઠવ્યા હતાં.