ભારતીય રેલવે માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ રહ્યો હતો. રેલવે દ્વારા કવચ ટેકનિકનું સફળ પરિક્ષણ કર્યુ હતું. જેમાં બે ટ્રેનોને સામસામે દોડાવવામાં આવી હતી. એક ટ્રેનમાં રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત હતા તો બીજી ટ્રેનમાં રેલવે બોર્ડના ચેરમેન સહિત અન્ય અધિકારી ઉપસ્થિત હતા. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આ પરિક્ષણનો વિડીયો ટિવટર એકાઉન્ટ ઉપર શેર કર્યો હતો. કવચ ટેકનિકના કારણે સામે આવતી ટ્રેનથી 380 મીટર પહેલાં જ બીજી ટ્રેન ઉભી રહી ગઇ હતી. કવચ ટેકનિકથી ટ્રેનનો ઓટોમેટિક બ્રેક લાગી ગઇ હતી.
રેલમંત્રી દ્વારા એક મિનિટનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં લોકો પાયલોટ વાળા કેબિનમાં રેલમંત્રી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા. જે ટ્રેનમાં રેલમંત્રી સવાર હતા તે ટ્રેન સામેથી આવી રહેલી ટ્રેનથી 380 મીટર પહેલાં જ ઉભી રહી ગઇ હતી. કવચ ટેકનિકને કારણે આ ટ્રેનમાં ઓટોમેટિક બ્રેક લાગી ગઇ હતી. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવએ ટિવટ કર્યુ હતું કે,
Rear-end collision testing is successful.
Kavach automatically stopped the Loco before 380m of other Loco at the front.#BharatKaKavach pic.twitter.com/GNL7DJZL9F— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 4, 2022
શું છે કવચ ટેકનિક ?
ટ્રેન ટકકર સુરક્ષા પ્રણાલીમાં બે ટ્રેન જો વિરૂધ્ધ દિશાથી એકબીજાની સામે આવી જાય તો તેની સ્પીડ ગમે તેટલી હોય પરંતુ કવચ ટેકનિકને કારણે આ ટ્રેનો ભટકાતી નથી. આ ટેકનિક ઓવર સ્પીડીંગને રોકી સ્વયંમ બ્રેક લગાવવા માટે છે. તેમજ જયારે ફાટક પાસે ટ્રેન પહોંચે તો ઓટોમેટિક સીટી પણ વાગે છે. કવચ ટેકનિક લાગેલા બે એન્જીનોમાં આ ટેકનિક ટકકર થવા દેતી નથી. તેમજ આકસ્મિક પરિસ્થિતિ દરમ્યાન એસઓએસ મેસેજ પણ મોકલે છે. નેટવર્ક મોનિટર પ્રણાલીના માધ્યમથી ગાડી સંચાલન પણ તેમાં સામેલ છે.
વર્ષ 20રરના કેન્દ્રિય બજેટમાં કવચ ટેકનિકની જાહેરાત કરાઇ હતી. આત્મનિર્ભર ભારત અંતર્ગત 2000 કિલોમીટરના રેલવે નેટવર્કને કવચ ટેકનિકમાં સામેલ કરાશે. અત્યાર સુધી દક્ષિણ મધ્ય રેલવેમાં ચાલતી પરિયોજનાઓમાં કવચને 1098 કિલોમીટરથી વધુ માર્ગ તથા 65 એન્જીનો ઉપર લગાવવામાં આવ્યું છે.