Tuesday, December 24, 2024
Homeરાજ્યદ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં કોંગી નેતા અર્જુન મોઢવાડિયાનો સ્થાનિકોમાં વિરોધ

દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં કોંગી નેતા અર્જુન મોઢવાડિયાનો સ્થાનિકોમાં વિરોધ

મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનો ભાજપમાં જોડાયા : ચિંતન શિબિરમાં કોંગી આગેવાનનું ચિત ભટક્યું

- Advertisement -
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારોની યોજાઇ ગત સપ્તાહમાં યોજાઈ ગયેલી ત્રિદિવસીય ચિંતન શિબિરમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા દ્વારકાના પૂર્વ ધારાસભ્ય અને આગેવાન પબુભા માણેક સંદર્ભેના કથિત અયોગ્ય કથનનો વિરોધ સ્થાનિકોમાં ઉઠવા પામ્યો છે.
આના અનુસંધાને દ્વારકાના રૂપેણ બંદરમાંથી મુસ્લિમ સમાજના એક હજાર જેટલા કાર્યકરો તત્કાલિન ધારાસભ્ય પબુભા માણેકની આગેવાની હેઠળ ભાજપમાં જોડાયા છે. આ સાથે મુસ્લિમ સમાજના વડીલો, આગેવાનો અને યુવાનોએ પબુભા માણેકને લતીફ સાથે સરખાવતાં કોંગ્રેસના આગેવાન અર્જુન મોઢવાડિયાનો ખુલ્લો વિરોધ કરીને કહ્યું હતું કે તમે રાજકીય ભાષામાં જે ટિપ્પણી કરી અને અમારા નેતા પબુભાને બદનામ કરવાનો જે પ્રયાસ કર્યો છે, તે પ્રયાસને અમો સખત શબ્દોમાં વખોડિયે છીએ.
આ ઉપરાંત કોંગી નેતા અર્જુન મોઢવાડિયાના આ કથનનો આગામી સમયમાં દ્વારકા વિધાનસભાની ચુંટણીમાં જવાબ આપવામાં આવશે. મુસ્લિમ સમાજના પટેલો, આગેવાનો અને યુવાનો જે કોઈ પણ લોકો કોંગ્રેસમાં છે, તેને આવનારા સમયમાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની આગેવાની હેઠળ જાહેરમાં ભાજપમાં જોડાય તેવી હાકલ સાથે તેઓએ જે રાજકીય ટિપ્પણી કરી છે, તેનો અમો આવનારા સમયમાં રાજકીય ભાષામાં જ જવાબ આપીશું. આટલું જ નહીં, આવનારા સમયમાં તેના જોરદાર પરિણામ આપીશું અને ક્રાંતિ લાવીશું તેમ વધુમાં ઉમેર્યું હતું.
ચિંતન શિબિરથી કોંગ્રેસને ફાયદો થાય કે ન થાય, પરંતુ હાલ કોંગ્રેસને નુકશાન થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular