- Advertisement -
ગુજરાતના રેવન્યુ વિભાગ દ્વારા જુદા- જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 25 મામલતદાર, ચીટનીશ કક્ષાના અધિકારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એમ.બી. દેસાઈને વડોદરા સીટીમાં મુકવામાં આવ્યા છે. જ્યારે અમરેલીના કલેક્ટરેટ ચીટનીશ ડી.કે. જગડને જામનગરમાં ડિઝાસ્ટર વિભાગના મામલતદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાંભાના આર.પી. બારીયાને આણંદ, લલીયાના મામલતદાર બી.એમ. પટેલને વડોદરા, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના એમ.વી. રાઠોડને રાજકોટ સીટી ખાતે મુકવામાં આવ્યા છે. આણંદના કે.એમ. રાઠોડને અમરેલી ડિઝાસ્ટર વિભાગમાં બદલવામાં આવ્યા છે.
- Advertisement -