વિશ્વનાથ વ્યાયામ પ્રચારક મંડળની સ્થાપના તા.26-2-1933 ના રોજ કાશી વિશ્ર્વનાથ મહાદેવના મંદિર જામનગર ખાતે તે વખતના મહારાણી સાહેબા ગુલાબકુંવરબા દિગ્વીજયસિંહજી જાડેજા દદ્વારા કરવામાં આવી હતી. સંસ્થાની 89 વર્ષ પૂરા કરી 90મા વર્ષમાં પ્રવેશી રહી છે.
આ સંસ્થાનો મૂળભૂત ઉદેશ યુવાનોને સુદ્રઢ શરીર શોષ્ઠ બનાવવા અને વ્યસોનથી દૂર રાખવાનો અને પોતાના ઉપર જો કોઇ અનિષ્ઠો હુમલો કરે તો જાતે સ્વબચાવ કરી શકે તેવો છે. આ માટે 17 વર્ષ સુધીના કિશોરો પાસેથી કોઇ જ ફ્રી ઉઘરાવવામાં આવતી નથી. બાકીના પાસેથી વાર્ષિક એકસો રૂપિયા લવાજમ ઉઘરાવી આ વ્યાયામ પ્રવૃત્તિ કરવામાં આવે છે.
આ સંસ્થાની મુખ્ય પ્રવૃતિ, વ્યાયામનો પ્રચાર કરી શિયાળુ-ઉનાળુ વેકેશનમાં શારીરિક શિક્ષણ, કરાટે, જીમ દેશી કસરતો, વેઈટ લીફટીંગ, તરણ વગેરે વગેરે જેવા નિ:શુલ્ક શિબિરો યોજવામાં આવે છે. આ શિબિરોમાં બહેનો માટે બહેનો દ્વારા સ્વરક્ષણની તાલીમ પણ આપવામાં આવે છે. કોઇપણ રમત ગમત, પોલીસ ભરતી, આર્મી ભરતી વિશે યોગ્ય માર્ગદર્શન પણ પૂરુ પાડવામાં આવે છે.
આ સંસ્થામાં વ્યાજ દિવસ સુધી કોઇપણ વ્યકિત પગારદાર તરીકે કામ કરતી નથી. જે કોઇ આવે છે તે સ્વેચ્છાએ 90 વર્ષથી સેવાઓ આપતા રહ્યા છે. સમયાનુસાર સેવાભાવી માણસો બદલતા રહે છે. પરંતુ સેવા અવિરત ચાલુ છે. દર ઉનાળે લગભગ 100 નવા વિદ્યાર્થીઓને તરણ નિ:શુલ્ક શિખવવામાં આવે છે. સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાતર્થીઓને રાહતભાવના કેળવાય અને ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તેવા વિચારો આપવામાં આવે છે.
છેલ્લાં બે વર્ષથી લોક ડાઉનને કારણે પ્રવૃતિ થોડી મંદ પડી ગઈ છે. પરંતુ, આ વર્ષથી અવિરત ચાલુ રહેશે અને તેને વેગ મળશે. આથી જાહેર જનતાને આ પ્રવૃત્તિનો લાભ લાભ લેવા અપીલ કરવામાં આવે છે.