5 નવતનપુરીધામ ખિજડા મંદિરમાં ભારતના ખ્યાતનામ નાડી ચિકિત્કસ અને વિશ્ર્વભરમાં આર્યુવેદા લાઇફસ્ટાઇલ અંગે સેમિનાર કરી માર્ગદર્શન આપનાર ડો. રાજેશ વર્મા દ્વારા નાડી પરિક્ષણ, ચિકિત્સા તેમજ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
5 નવતપુરીધામ ખિજડા મંદિર ટ્રસ્ટ તેમજ જામનગરની વિવિધ સેવાકિય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 3 અને 4 માર્ચના બે દિવસિય સ્વાથ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. રાજેશ વર્મા આર્યુવેદા લાઇફ સ્ટાઇલના માધ્યમથી સ્વસ્થ જીવન જીવવાની પધ્ધતિ સમજાવશે. જેમાં તા. 3ના રોજ પ્રણામી ગ્લોબલ સ્કૂલ તેમજ ’ખબર ગુજરાત’ સાંધ્ય દૈનિકના સંયુક્ત ઉપક્રમે સવારે 8 થી 10:30 વાગ્યે પ્રણામી ગ્લોબલ સ્કૂલ, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર ખાતે આર્યુવેદા લાઇફ સ્ટાઇલ બાળકો તેમજ વિદ્યાર્થીઓને અનુલક્ષીને સેમિનાર યોજાશે. આ ઉપરાંત સાંજે 5 થી 7 દરમિયાન 5 નવતનપુરીધામ ખિજડા મંદિર ટ્રસ્ટ, ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવંતી નેચર કેર રિસર્ચ સેન્ટર તેમજ જય કેબલના સંયુક્ત ઉપક્રમે સાંજે 5 થી 7 દરમિયાન 5 નવતનપુરીધામ, ખિજડા મંદિર ટ્રસ્ટ ખાતે આર્યુવેદા લાઇફ સ્ટાઇલ પ્રવર્તમાન સમયમાં લોકોની લાઇફ સ્ટાઇલ કેવી હોવી જોઇએ તે અંગે સેમિનાર યોજાશે.
તેમજ તા. 4 માર્ચના સવારે 9 થી 1 દરમિયાન 5 નવતનપુરીધામ ખિજડા મંદિર ટ્રસ્ટ તેમજ નોબત દૈનિકના સંયુક્ત ઉપક્રમે 5 નવતનપુરીધામ ખિજડા મંદિર ટ્રસ્ટ ખાતે નાડી પરિક્ષણ અને નિદાન કેમ્પ યોજાશે. આ બે દિવસિય સ્વાસ્થ્ય સેમિનાર અને નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહેનાર ડો. રાજેશ વર્મા (નડિયાદવાળા) આર્યુવેદ હોમિયોપેથી-નેચરોપેથીના નિષ્ણાંત છે. તેમજ લગભગ 45 જેટલા દેશોમાં પ્રવાસ કરી લોકોને સ્વાસ્થ્ય સંબંધી જાણકારી આપી ચૂકયા છે. તેમજ ભારતીય ચિકિત્સાની પ્રાચીન પરંપરા મુજબ તેમના દાદાજીના સમયથી તેઓ નાડી ચિકિત્સા કેન્દ્ર અને ઔષધ ઉપચાર કેન્દ્ર નડિયાદમાં ચલાવે છે.
આ કેમ્પમાં નાડી પરિક્ષણ નિદાન વિનામૂલ્યે થશે. લોકોએ નાડી પરિક્ષણ માટે ભૂખ્યા પેટે આવવું અથવા જમ્યાના બે કલાક પછી આવવું. ઔષધિ ઉપચારનું મૂલ્ય ચૂકવવાનું રહેશે. મર્યાદિત સંખ્યામાં દર્દીઓને તપાસવાના હોવાથી રજીસ્ટ્રેશન કરાવવું જરુરી છે. રજીસ્ટ્રેશન માટે મોબાઇલ નં. 93766 99991 તથા વધુ વિગત માટે લક્ષ્મણદેવજી મહારાજ મો. 98793 73876 તથા ડો. જોગીનભાઇ જોશી મો. 99251 50929નો સંપર્ક કરવા યાદી જણાવે છે.