જામનગર શહેરમાં પ્રવિણ દાઢની વાડી પાસેની શકિત સોસાયટીમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે તલાસી લેતા રૂા.30000 ની કિંમતની દારૂની 60 બોટલો મળી આવતા ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં પ્રવિણ દાઢીની વાડી પાસે આવેલી શકિત સોસાયટી શેરી નં.2 માં રહેતા યુવરાજસિંહ ઉર્ફે યુવી અનોપસિંહ ભટ્ટી નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઈ એચ.જે. પરિયાણી તથા સ્ટાફે રેઈડ દરમિયાન મકાનની તલાસી લેતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની રૂા.30 હજારની કિંમતની 60 બોટલો દારૂ મળી આવતા પોલીસે યુવરાજસિંહની અટકાયત કરી ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી અને દારૂનો જથ્થો કોની પાસેથી ખરીદ્યો ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.