Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર પાંજરાપોળના ટ્રસ્ટી મંડળનું પુન:ગઠન કરાયું

જામનગર પાંજરાપોળના ટ્રસ્ટી મંડળનું પુન:ગઠન કરાયું

નવા ટ્રસ્ટી તરીકે યુવા વેપારી અગ્રણી જીતુભાઈ લાલ તેમજ પરાગભાઈ પટેલનો સમાવેશ : તમામ હોદ્દેદારોની પુન: નિયુક્તિ

- Advertisement -

જામનગરમાં 150 વર્ષ જેટલા સમયથી અબોલ-મુંગા જીવ એવી ગૌમાતાની સેવા કરતી સંસ્થા જામનગર પાંજરાપોળના ટ્રસ્ટનું પુન:ગઠન કરવામાં આવ્યું છે. આ અંગે મળેલી ટ્રસ્ટ બોર્ડની બેઠકમાં વર્તમાન હોદેદારોની પુન: નિયુક્તિનો નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગર પાંજરાપોળના ટ્રસ્ટ બોર્ડની વાર્ષિક બેઠક તાજેતરમાં લીમડાલાઈન સ્થિત સંસ્થાના કાર્યાલય ખાતે મળી હતી. આ બેઠકમાં ખાસ આમંત્રણથી શહેરના જાણીતા ઉદ્યોગપતિ, રઘુવંશી અગ્રણી જીતુભાઈ લાલ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં ચર્ચાના અંતે પાંજરાપોળની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા તેમજ ગાય માતાની વ્યવસ્થાઓ વધુ સારી રીતે કરવા માટેના પ્રયાસના ભાગ રૂપે જામનગર પાંજરાપોળના ટ્રસ્ટી તરીકે જીતુભાઈ લાલની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. સાથે જ કોર્પોરેટર પરાગભાઈ પટેલનો પણ ટ્રસ્ટ બોર્ડમાં સમાવેશ કરવા નિર્ણય થયો હતો.

- Advertisement -

જામનગર પાંજરાપોળના વર્તમાન હોદેદારો પ્રમુખ નિરૂભાઈ બારદાનવાલા, ઉપપ્રમુખ ભાનુભાઈ દોશી, માનદમંત્રી વિજયભાઈ પાલા, સહમંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ તથા ખજાનચી મનસુખભાઈ પટેલને યથાવત રાખવા પણ આ બેઠકમાં ઠરાવાયું હતું.શહેરમાં રાજાશાહી સમયથી કાર્યરત જામનગર પાંજરાપોળમાં લીમડાલાઈન સ્થિત વિશાળ જગ્યામાં તેમજ લાલપુર તાલુકાના નાના ખડબા ગામ ખાતે કુલ 1100 ગાય માતાનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. જેમાં નિરાધાર, આંધળી- અપંગ- વૃધ્ધ તથા ઈજાગ્રસ્ત તેમજ બિમાર ગાય માતાઓની સંખ્યા વિશેષ છે. 33 કરોડ દેવતાઓનો જેમાં વાસ છે તેવી ગૌમાતાના નિભાવ માટે ઉદાર હાથે સહાય આપવા ગૌભકત નાગરિકોને સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular