જામનગર તાલુકામાં ખંભાળીયા બાયપાસ હાઈવે રોડ પર એક શકશે કોન્ટ્રાકટરની ઓફીસમાં ધારિયા અને લોખંડના પાઈપ વડે તોડફાડ કરી બળજબરીથી કન્સ્ટ્રકશનના રૂપિયાની ઉઘરાણી કરી ધમકીઓ અપાતા કોન્ટ્રાકટરે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ખંભાળીયા બાયપાસ રોડ પાસે રહેતા કોન્ટ્રાકટર અશોકભાઈ પરબતભાઈ રાજશખાની ઓફીસ પાર્થ ઇન્ફા. પ્રાઈવેટ લીમીટેડની ઓફીસમાં વિપુલભાઈ મુરુભાઈ કેશવાલા નામના શખ્સે તોડફોડ કરી બળજબરીથી પૈસાની ઉઘરાણી કરી હતી. વિપુલભાઈ લોખંડણા પાઈપ વડે આવી ઓફીસનો ગેઇટ તોડી નાખી, ઓફીસમાં પ્રવેશી તોડફોડ કરી કોમ્પ્યુટર, ટીવી અને સીસીટીવી કેમેરાની સ્ક્રીન તોડી નુકશાન કર્યું હતું. બાદમાં તમારો શેઠ અશોકભાઈ ક્યા છે નિહતર તેને પતાવી દેત તમ કહી ગાળો કાઢી કન્ટ્રકશનના હિસાબના રૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરતાં અશોકભાઈએ પંચકોશી બી ડીવીઝન પોલીસ દફતરમાં આઈપીસી કલમ 387,448,427,506(2),294(ખ) તથા જીપી એક્ટની કલમ 135 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે આગની કાર્યવાહી હાથ ધરી છે.


