જામનગર શહેરના શરૂસેકશન રોડ પર બિલ્ડીંગ પરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત નીપજ્યું છે. શરુસેક્શન રોડ ગુરુકૃપા હાઈટ્સ બીલ્ડીંગ બોક નં.1004માં રહેતા હિમતભાઈ કિશનભાઈ મિસ્ત્રી (ઉ.વ.78) નામના વૃદ્ધ ગઈકાલના રોજ બપોરના સમયે પોતાની બિલ્ડીંગ પરથી નીચે પડતા શરીરે ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપ
જ્યું હતું. આ અંગે તેમના દીકરા વિક્રાંતભાઈએ સીટી સી ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


