2022માં ભારતમાં મીડીયામાં અપાતી જાહેરાતો પરનો ખર્ચ 1 લાખ કરોડ રૂપિયાના આંકડાથી વધી જશે. સાથે જ જાહેરાતના માધ્યમ પર ડીજીટલ મીડીયા આવકની બાબતે ટીવીથી આગળ નીકળી જશે. કુલ જાહેરાતોના 45 ટકા ડીજીટલ માધ્યમોને મળશે અને પ્રિન્ટ મીડીયાની હિસ્સેદારી પણ સારી રહેશે.
ગ્રુપ એમના 2022ના તાજા વાર્ષિક અંદાજમાં આ ભવિષ્યવાણી કરવામાં આવી છે. ધિસપર, નેકસ્ટ પર 2022 નામના આ રિપોર્ટ અનુસાર આ વર્ષે જાહેરાતો પર કુલ 1,07,987 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 2021માં જે ખર્ચ કરાયો હતો તેનાથી આ 22 ટકા વધારે છે.
રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડપથી વધી રહેલા દસ બજારોમાં ભારત સામેલ છે. આકાર બાબતે તેનું વર્તમાન રેન્કીંગ 9 છે અને જાહેરાત પર વધતા ખર્ચમાં 2022માં તેનું રેન્કીંગ પાંચમું હશે. આ વર્ષે પ્રિન્ટ મીડીયા બહુ સારૂ પ્રદર્શન કરશે. જાહેરાત બાબતે દરેક માધ્યમની પોતાની ખાસિયત છે પછી તે ડીજીટલ હોય કે પ્રિન્ટ. સૌથી મહત્વપુર્ણ વાત છે. પ્રિન્ટમીડીયા સાથે વિશ્ર્વસનિયતા છે. તેનાથી કોઇપણ બ્રાંડને આપોઆપ સારૂ બજાર મળી જાય છે. દિલચશ્પ વાત એ છે કે ડીજીટલ ફર્સ્ટ કંપનીઓ પણ પોતાની જાહેરાત પ્રિન્ટ મીડિયામાં છેલ્લા બે વર્ષથી આપી રહે છે. જાહેરાતની દુનિયામાં ડીજીટલનું પ્રિન્ટટથી આગળ નીકળી જવુ તે મહત્વપુર્ણ વાત છે. રિપોર્ટ અનુસાર ડીજીટલ મીડીયા પર જાહેરાતનો ખર્ચ આ વર્ષે 33 ટકાના દરથી 48603 કરોડ રૂપિયા થઇ જશે. દેશમાં પ્રિન્ટ મીડિયા પર જાહેરાતો માટે 2021માં 12067 કરોડ રૂપિયા ખર્ચાયા અને 2022માં આ આંકડો 12667 કરોડ થઇ જશે.