જામનગર પોલીસ દ્વારા ગઈકાલના રોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે સુભાષશક માર્કેટ દીવોસા બિલ્ડીંગના પાર્કિંગ માંથી દારૂની 7 બોટલ સાથે એક શખ્સોની ધરપકડ કરી રૂ.3500ના મુદ્દામાલ જપ્ત કરી ફરારી શખ્સની તપાસ હાથ ધરી બન્ને વિરુધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરના સુભાષ શાકમાર્કેટ દીવોસા બિલ્ડીંગ નીચે પાર્કિંગમાંથી વિપુલભાઈ રસિકલાલ ચૌહાણ નામના શખ્સને દારૂની 7 બોટલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. અને પૂછપરછમાં યાગ્નિક ગોવિંદભાઈ વારાનું નામ સામે આવતા તેની તપાસ હાથ ધરી સીટી એ ડીવીઝન પોલીસે રૂ.3500નો મુદ્દામાલ જપ્ત કરી બંન્ને વિરુધ ગગુન્હો નોંધી વધુ કાર્યવાહી આરંભી હતી.