જામનગર શહેર માંથી ત્રણ બાઈકચોરીની ઘટના સામે આવી છે. શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતા એક યુવકે અઠવાડિયા પૂર્વે જીજી હોસ્પિટલમાં પોસ્ટઓફીસ પાસે પોતાનું બાઈક પાર્ક કરીને રાખ્યું હતું તે દરમિયાન કોઈ શખ્સ બાઈક ચોરી ગયો હતો, લાલપુર તાલુકાના યુવકે લાલબંગલા પાસે પોતાનું બાઈક રાખ્યું હતું તેની ચોરી થઇ છે અને દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તલુકામાં રહેતા યુવક લાલબંગલાપાસે બાઈક પાર્ક કર્યું હતું તેની કોઈ ચોરી કરીને નાશી છુટતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરના શાંતિનગરમાં રહેતા રાજદીપસિંહ વિજયસિંહ સોઢા નામના યુવકે ગત તા.12 ફેબ્રુઆરીના રોજ જીજી હોસ્પિટલમાં પોસ્ટ ઓફીસની પાસે પાર્કિંગમાં પોતાનું કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ જેના નં.જીજે-10-બીકે-4237 કિંમત રૂ.30હજારનું પાર્ક કરીને રાખ્યું હતું તેની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીએ નાશી છુટ્યો હતો. આ અંગે સીટી બી ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સેવક ધુણીયા ગામે રહેતા હરવિજયસિંહ રાજેન્દ્રસિંહ જેઠવા નામના યુવકે લાલબંગલા સર્કલ, રાજપુત સમાજની વાડીના ગેઇટ પાસે ગઈકાલે પોતાનું કાળા કલરનું સ્પ્લેન્ડર જેના નં.જીજે-25-એન-2260નું પાર્ક કરીને રાખ્યું હતું તેની કોઈ ચોરી કરીને નાશી છુટ્યું છે.
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા વિશ્વજીતસિંહ જશુભા વાઢેર નામના યુવકે લાલ બંગલા રાજપુત સમાજની વાડી પાસે પોતાનું બાઈક જેના નં જીજે-03-એફએચ-8614નું પાર્ક કર્યું હતું તેની ચોરી થયાનું સામે આવતા સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાતા પોલીસે કોઈ એક શખ્સે બાઈક ચોર્યા હોવાની શંકાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.