Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરચોરાઉ મોબાઇલ સાથે શખ્સને ઝડપી પાડતી જામનગર એસઓજી

ચોરાઉ મોબાઇલ સાથે શખ્સને ઝડપી પાડતી જામનગર એસઓજી

- Advertisement -

જામનગરના પંચકોશી એ ડિવિઝનના મોબાઇલ ચોરીના ગુન્હામાં જામનગર એસઓજીની ટીમે તસ્કરને ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મોબાઇલ ચોરીમાં એસઓજીના રવિભાઇ બુજડ, શોભરાજસિંહ જાડેજા તથા રાજેશભાઇ મકવાણાને મળેલી બાતમીના આધારે ઇન્ચાર્જ જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સુચનાથી એસઓજીના પીઆઇ એસ.એસ.નિનામા તથા પીએસઆઇ આર.વી.વિછીંના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફે હાજી ઉર્ફે ડુમો આદમભાઇ ખફી નામના ઝડપી લીધો હતો. તેમજ તેની પાસેથી રેડમી નોટ-10 એસ મોડલનો ફોન તથા એકટીવા સાથે કુલ 52,000ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular