Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ સભામાં પરિક્ષામાં પોલીસ બંદોબસ્ત આપવા પ્રસ્તાવ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ સભામાં પરિક્ષામાં પોલીસ બંદોબસ્ત આપવા પ્રસ્તાવ

સેનેટ સભ્ય ડો. તૌસિફખાન પઠાણ દ્વારા સેનેટ સભામાં પ્રશ્નો અને પ્રસ્તાવ રજૂ કરાયા

- Advertisement -

ગત તા. 1 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર યુનિ.ની વાર્ષિક સેનેટ સભા યોજાઇ હતી. જેમાં સેનેટ સભ્ય તૌસિફખાન પઠાણ દ્વારા પરિક્ષા દરમિયાન પોલીસ બંદોબસ્ત આપવા સહિતના પ્રસ્તાવ રજૂ કરાયા હતાં.

- Advertisement -

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તા. 1-2-2022ના રોજ સેનેટ સભા યોજાઇ હતી. જેમાં સેનેટ સભ્ય ડો. તૌસિફખાન પઠાણ દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.માં યોજાનાર પરિક્ષામાં પોલીસ બંદોબસ્ત આપવો તેમજ આગામી વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીનું આયોજન કરવા પ્રસ્તાવ રજૂ કર્યા હતાં. આ બંને પ્રસ્તાવ સેનેટ સભામાં સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા મંજુર કરી સક્ષમ સત્તામંડળ સમક્ષ રજૂ કરવા સ્વીકાર કર્યો હતો.

આ ઉપરાંત તેમણે સૌરાષ્ટ્ર યુનિ. પાસે આંતર યુનિ.ની સ્પર્ધા તેમજ સરકારી કોલેજોમાં સેલ્ટ ફાયનાન્સ કોર્ષ ચલાવવાની મંજૂરી સહિતના પ્રશ્ર્નો પૂછવા નોટીસ આપી હતી. જેના સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા જવાબો પુરો પાડયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular