Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ નોંધાશે..!!!

ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ નોંધાશે..!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

નાણા પ્રધાન નિર્મલા સીતારામ દ્વારા ગત સપ્તાહે નેગેટીવ ઈઝ બિગ પોઝિટીવ કેન્દ્રિય બજેટ રજૂ કરીને દેશના લાંબાગાળાના આર્થિક – ઔદ્યોગિક વિકાસની જોગવાઈઓ કરીને અને સામાન્ય જનતા પર નવા ખાસ વેરા બોજ નહીં લાદીને અને ફુગાવા – મોંઘવારીના પ્રમુખ જોખમી પરિબળ સામે સરકારે મૂડી ખર્ચમાં જંગી વધારો કરવાની બજેટમાં જોગવાઈ કરીને રોજગારીમાં મોટી વૃદ્વિ લાવવાની કરેલી પહેલને લઈ ભારતમાં આગામી દિવસોમાં મોટાપાયે વિદેશી રોકાણનો પ્રવાહ વહેતો થવાના અંદાજો અને આરબીઆઈના ચાવીરૂપ દર અને સકારાત્મક વૈશ્વિક સંકેતો જાળવી રાખવાના નિર્ણયને પગલે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી, પરંતુ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા આક્રમક દરમાં વધારાની આશંકાએ સપ્તાહના અંતે મહારથીઓ, ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

કોર્પોરેટ પરિણામોની ડિસેમ્બર ૨૦૨૧ની સીઝનમાં એકંદર સારા પરિણામ છતાં અને દેશ કોરોના કાળમાંથી બહાર આવીને ઝડપી આર્થિક – ઔદ્યોગિક વિકાસના પંથે સવાર થઈ રહ્યો હોવા છતાં નેગેટીવમાં પોઝિટીવ અને પોઝિટીવ પરિબળોમાં નેગેટીવ બજારની ચાલ બતાવી ખેલંદાઓ, ટ્રેડરોને ખુવાર કરવાનો ફંડો, મહારથીઓનો ખેલ ચાલુ રહ્યો છે. ક્રૂડ ઓઇલની લાલચોર તેજી અને રશિયા – યુક્રેનના તણાવથી પણ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા ગંભીર બની રહી છે. ચાલુ વર્ષે ક્રૂડ ઓઇલની કિંમત ૨૦% ઉછળીને ૯૩ ડોલર પ્રતિ બેરલને વટાવી ગઇ છે. જે ભારતીય ઉદ્યોગજગત માટે નેગેટિવ ફેક્ટર છે. નવા વર્ષે અત્યાર સુધીમાં ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ૦.૭% ઘટયા છે તેમજ છતાં ઇમર્જિંગ માર્કેટની તુલનાએ પ્રદર્શન સારું છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ખાસ કરીને મ્યુ. ફંડો અને રિટેલ રોકાણકારો તરફથી શેરબજારને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિએ નાણાં નીતિની ત્રણ દિવસની સમીક્ષા બેઠકના અંતે રેપો રેટ તથા રિવર્સ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. રેપો રેટ ૪ ટકા જાળવી રાખવાનો એમપીસીએ સર્વાનુમતે લીધો હતો. રિવર્સ રેપો રેટ ૩.૩૫% યથાવત રખાયો છે. રિવર્સ રેપો રેટમાં વધારો કરાશે તેવી બજાર અપેક્ષા રાખી રહ્યું હતું. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ધીરાણ નીતિની સમીક્ષા કરતા નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે દેશનો આર્થિક વિકાસ દર ૭.૮% અંદાજ્યો હતો. જે કેન્દ્ર સરકારના ૮ થી ૮.૫%ના દર કરતા ઓછો છે. રિઝર્વ બેંકની સમીક્ષામાં એવું તારણ નીકળ્યું હતું કે દેશના અર્થતંત્રમાં તેજી કે રિકવરી માટે હજુ સમય લાગી શકે તેમ છે. આ સ્થિતિમાં વ્યાજનો દર સ્થિર રાખવો તેમજ જરૂર અનુસાર વિવિધ ક્ષેત્રોને નાણાંકીય પ્રવાહીતતા પૂરી પાડવી જરૂરી છે. સમીક્ષામાં રીઝર્વ બેંકે રેપોરેટ ૪% અને રીવર્સ રેપોરેટ ૩.૩૫%ના સ્તરે સ્થિર રાખ્યો હતો. આ દસમી સમીક્ષા છે જેમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

- Advertisement -

વર્તમાન બૃહદ આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી એમપીસીની સતત દસમી બેઠકમાં વ્યાજ દરમાં કોઈ ફેરબદલ કરાયો નથી. આ ઉપરાંત આવશ્યકતા જણાશે ત્યાં સુધી એકોમોડેટિવ સ્ટાન્સ પણ જાળવી રખાશે એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીની બેઠક બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટની જાહેરાત બાદ એમપીસીની આ પ્રથમ બેઠક હતી. આ અગાઉ રિઝર્વ બેન્કે ૨૨મી મે ૨૦૨૦માં રેપો રેટમાં ફેરબદલ કરી તેમાં ઘટાડો કર્યો હતો. હાલનો ૪%નો દર ઐતિહાસિક નીચી સપાટીએ છે.

અર્થતંત્રમાં  સ્થિર રિકવરી  માટે નીતિવિષયક ટેકાની આવશ્યકતા હોવાનું પણ ગવર્નરે જણાવ્યું હતું. કોરોનાના કાળમાં દેશના અર્થતંત્રને ટેકો પૂરો પાડવા રિઝર્વ બેન્કે સીધી અને આડકતરી બન્ને રીતે નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટી પૂરી પાડવાના પગલાં હાથ ધર્યા હતા. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારત ઝડપી આર્થિક રિકવરી કરી રહ્યું હોવાનું જણાવી વર્તમાન નાણાં વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર ૯.૨૦% રહેવાની દાસે અપેક્ષા વ્યકત કરી હતી. આગામી નાણાં વર્ષમાં આ દર ૭.૮૦% રહેવા અંદાજ મુકાયો છે. રિટેલ ફુગાવો, ૨૦૨૧-૨૨ના વર્તમાન નાણાં વર્ષમાં ફુગાવાના ૫.૩૦%ના અંદાજને જાળવી રખાયો છે. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં ફુગાવો ઘટીને ૪.૫૦% રહેવાની પણ ધારણાં મૂકવામાં આવી છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ ભારતીય શેરબજાર પ્રત્યે બેરિશ બન્યા છે અને પ્રાથમિક આંકડા મુજબ વર્ષ ૨૦૨૨ની શરૂઆતથી જ ૬ અબજ ડોલરની વેચવાલી કરી છે. એફપીઆઇ ભવિષ્યના સંભવિત ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને ગત ઓક્ટોબરથી અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતમાંથી ૧૦.૫ અબજ ડોલરનું પાછું ખેંચ્યુ છે. જો તેમણે પ્રાયમરી બજારમાં ૫.૭ અબજ ડોલરની લેવાલી કરી છે. દુનિયાના વિકસીત રાષ્ટ્રોમાં મોંઘવારી વધતા મધ્યસ્થ બેન્કો વ્યાજદર વધારી રહી છે. હાલ સૌની નજર અમેરિકાની ફેડ રિઝર્વ બેન્ક કેટલા પ્રમાણમાં વ્યાજદર વધારશે તેના પર છે. વ્યાપક અસર ઉભરતા દેશોના બજાર પર થશે.

વિશ્વ માટે ફુગાવા – મોંઘવારીનું પરિબળ રોજબરોજ જોખમી બની રહ્યું છે, ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઓપેક દેશો દ્વારા માર્ચમાં ઉત્પાદનમાં વધારો કરવાના નિર્ણય છતાં બ્રેન્ટ ૯૩ ડોલરની સપાટી પાર કરી ગયા છે. ઘર આંગણે આર્થિક મોરચે અત્યારે વિકાસના આંકડા મજબૂત હોવા સામે ફુગાવાના જોખમી પરિબળ છતાં હાલ તુરત યુ.એસ.ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારો કરવાનું માર્ચ સુધી મોકૂફ રાખ્યા સાથે ભારતમાં એલઆઈસીના મેગા આઈપીઓ સુધી અને રાજયોની ચૂંટણીઓ સુધી બજારનું સેન્ટીમેન્ટ ખરડાય નહીં એ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ વ્યાજ દરમાં વધારો કરવાનું મોકૂફ રાખ્યું છે, પરંતુ અમેરિકામાં યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા ફુગાવા – મોંઘવારીના ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચી ગયેલા આંકને લઈ અને ક્રુડ ઓઈલના સતત વધતાં ભાવ સાથે માર્ચમાં વ્યાજ દરમાં વધારો કરવાનો સંકેતે આગામી દિવસોમાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે, તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૩૩૦ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૧૭૦ પોઇન્ટના પ્રથમ અને ૧૭૦૭૭ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૩૭૩ પોઇન્ટથી ૧૭૪૦૪ પોઇન્ટ, ૧૭૪૭૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૪૭૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૮૪૪૧ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૧૮૦ પોઇન્ટના પ્રથમ અને ૩૮૦૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૮૫૭૫ પોઇન્ટથી ૩૮૬૦૬ પોઇન્ટ, ૩૮૬૭૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૬૭૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) સિપ્લા લિમિટેડ ( ૯૫૯ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૧૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૭૩ થી રૂ.૯૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૯૯૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) ટાટા કેમિકલ (૯૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૦૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૮૯૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૫૫ થી રૂ.૯૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) રામકો સિમેન્ટ ( ૮૭૮ ) :- રૂ.૮૬૦ નો પ્રથમ તેમજ રૂ.૮૪૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૮૯૮ થી રૂ.૯૦૯ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) અદાણી પોર્ટ ( ૭૧૭ ) :- મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૪ થી રૂ.૭૪૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) બર્જર પેઈન્ટ ( ૭૧૮ ) :- રૂ.૬૯૬ નો પ્રથમ તેમજ રૂ.૬૮૬ ના સ્ટોગ સપોર્ટથી ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૭૩૩ થી રૂ.૭૪૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ચોલામંડલમ ફાઈનાન્સ ( ૬૭૯ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૬૬૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૬૯૦ થી રૂ.૭૦૭ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૬૬૦ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૬૪૪ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૬૭૬ થી રૂ.૬૮૬ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) વિપ્રો લિમિટેડ ( ૫૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૪૪ આસપાસ રોકાણકારે રૂ.૫૭૭ થી રૂ.૫૮૫ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૫૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૩૭૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૩૨૩ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૩૯૭ થી રૂ.૨૪૦૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૭૨૦ ) :- આ સ્ટોક રૂ.૧૬૮૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૭૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૭૪૪ થી રૂ.૧૭૫૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૫૬૦ ) :- ૩૨૫ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૫૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૫૦૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! રિયલ્ટી સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૮૮ થી રૂ.૧૬૦૬ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ટેક મહિન્દ્ર ( ૧૪૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૪૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૫૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૪૧૨ થી રૂ.૧૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ટાટા સ્ટીલ ( ૧૨૫૧ ) :- રૂ.૧૨૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૨૯૩ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) સન ફાર્મા ( ૮૭૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૯૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૮૯૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૮૬૪ થી રૂ.૮૫૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૦૯ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

               રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) નેટવર્ક૧૮ લિમિટેડ ( ૯૩ ) :- એડવરટાઈઝીંગ એન્ડ મીડિયા સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૭ થી રૂ.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ઈઝમો લિમિટેડ ( ૮૭ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટેકનોલોજી સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૪ થી રૂ.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) એનએલસી ઈન્ડિયા ( ૭૪ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭ નો પ્રથમ તેમજ રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ઇલેક્ટ્રિક યુટીલીટી સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૨ થી રૂ.૮૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) સ્પાઈસજેટ લિમિટેડ ( ૬૩ ) :- રૂ.૫૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૮ થી રૂ.૭૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૨ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૭૦૭૭ થી ૧૭૪૭૪ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular