રાજકોટ શહેરના ગોંડલ રોડ ચોકથી આગળ માલધારી હોટેલ નજીક તસ્કરોએ એસીના શો રૂમ અને મોબાઈલની દુકાનમાં પીપીઇ કીટ પહેરીને ચોરી કરી હતી. ગોંડલ ચોકડી નજીકની માલધારી હોટેલ પાસે પાર્થ એન્ટરપ્રાઇઝ નામે એસીનાં શોરૂમ અને નજીકમાં આવેલ સંજય ઓટો મોબાઇલમાં તસ્કરો પીપીઈ કીટ પહેરીને ત્રાટકયા હતા. તસ્કરો શો રૂમના ધાબા પર આવેલા દરવાજામાં બાકોરૂ પાડીને અંદરનો આગળીયો ખોલી અંદર ઘૂસ્યા હતાં. બાદમાં શો રૂમના પહેલા માળે આવેલા ઓફિસના ટેબલના ખાનાના લોક તોડી તસ્કરો અંદરથી રૂ. 1,93,500ની રોકડ ચોરી કરી હતી. અને મોબાઇલ દુકાનમાંથી 39હજારની રોકડની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
#gujarat #rajkot #CCTV #News #Khabargujarat
રાજકોટમાં પીપીઈ કીટ પહેરી એસીના શોરૂમ અને મોબાઈલની દુકાનમાં દુકાનમાં ત્રાટકયા તસ્કરો
શો રૂમ માંથી 1,93,500ની રોકડ અને મોબાઇલ દુકાનમાંથી 39હજારની રોકડની ચોરી કરી
સીસીટીવીના આધારે પોલીસ તપાસ શરુ pic.twitter.com/opNcOK31bM
— Khabar Gujarat (@khabargujarat) February 9, 2022
ગોંડલ રોડ ચોકડી નજીક માલધારી હોટેલ પાસે પાર્થ એન્ટરપ્રાઇઝ નામે એ.સી.નો શો રૂમ ધરાવતાં મિતુલભાઇ જીવરાજભાઇ વઘાસીયા (ઉ.44)એ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.