હાઇ સ્કીલ્ડ ઉદ્યોગો માટે આઇટી ટેલેન્ટ પૂલ બનાવાશે, રાજ્યમાં એક સુદ્રઢ કલાઉડ ઇકો સિસ્ટમ સ્થાપિત કરીને આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સ-મશીન લર્નીંગ ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ બ્લોક ચેન જેવી નવી ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ધ્યેય, સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતની આઇ.ટી પોલિસીમાં CAPEX-OPEXકેપિટલ એક્સપેન્ડીચર ઓપરેશનલ એક્સપેન્ડીચર મોડલનો યુનિક કોન્સેપ્ટ, ઇન્ફરમેશન ટેક્નોલોજી ઉદ્યોગો માટે તૈયાર કુશળ પ્રતિભાઓના અગ્રણી સ્ત્રોત બનવા રાજ્યમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સલ સ્કૂલ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપન કરાશે, આઈટી સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક આઈટી નિકાસ 3 હજાર કરોડથી વધારીને રપ હજાર કરોડ સુધી લઇ જવાનો લક્ષ્ય, તમામ પાત્ર it -ITeS એકમોને 100 ટકા ઇલેકટ્રી સિટીડ્યુટીનું વળતર અપાશે, નવી પોલિસી દ્વારા આઇ.ટી ઇકો સિસ્ટમ માટે ગુજરાતને ડેસ્ટિનેશન ઓફ ચોઇસ બનાવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાંitસેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાતitઅને ITeS પોલિસીની જાહેરાત કરી છે. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે ર0રર થી ર0ર7 સુધી અમલમાં રહેશે.
મુખ્યમંત્રીએ શિક્ષણ તથા સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આ નવી પોલિસી ગાંધીનગરમાં જાહેર કરી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, વરિષ્ઠ સચિવો, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા તેમજ આઇ.ટી ક્ષેત્રની રાષ્ટ્રિય આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત 9 જેટલી સંસ્થાઓના, ગૃહોના પ્રતિનિધિઓ પણ આ પોલિસી લોંચીંગ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ટેક્નોલોજીકલ ક્રાંતિએ આર્થિક અને વ્યવસાયિક રીતે વિશ્વને બદલી નાંખ્યું છે.
આ નવી અને ઉભરતીitટેક્નોલોજી વિશ્ર્વમાં તમામ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે. તેમજ વ્યવસાયો, સરકારો અને લેબર માર્કેટ પર નોંધપાત્ર અસરો ઉભી કરવા સાથોસાથ નાનામાં નાના વેપાર-ઉદ્યોગોને પરંપરાગત મોટા વેપાર-ઉદ્યોગો સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવી રહી છે. એમ તેમણે આ નવી આઇ.ટી પોલિસીની વિશદ ભૂમિકા આપતાં ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશનુંitક્ષેત્ર રોજગાર અને આર્થિક મૂલ્ય નિર્માણ સંદર્ભમાં વૈશ્વિકitક્ષેત્રે અગ્રણી સ્થાને છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે તેમજ અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર અને રોકાણો માટે ફ્રેન્ડલી પોલિસીઝથી સાનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રદાન કરવા પણ આંતરરાષ્ટ્રિય સ્તરે જાણીતું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, એક મજબૂત અને સક્ષમ પોલિસી ફ્રેમવર્કથી રાજ્યમાંitઓપરેન્સની સ્થાપના માટે સરળ પ્રક્રિયાગત જરૂરિયાતો પ્રસ્તુત કરીને અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમના નિર્માણ માટેના પ્રયાસો શરૂ કર્યા છે.
“ઇન્ફરમેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત” વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે આ નવીitઅને ITeS પોલિસી ર0રર-ર7 લોન્ચ કરી છે તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ નવી પોલિસી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 8 સપનાંઓ પૈકીનું એક સપનું “બે રોજગારી સે મુકત રોજગારી સે યુકત” મહત્વનું યોગદાન આપનારી બનશે.
મુખ્યમંત્રીએ આ ગુજરાતitઅને ITeS પોલિસીના ઉદ્દેશ્યોની વિસ્તૃત જાણકારી આપતાં ઉમેર્યુ કે, હાઇ સ્કીલ્ડ ઉદ્યોગો માટેitટેલેન્ટ પૂલ બનાવવા, અદ્યતન આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રદાન કરવા તેમજ સરળ પ્રોત્સાહક યોજના વિકસાવવાનો આ નવી પોલિસીનો હેતુ છે.
એટલું જ નહિ, રાજ્યમાં એક મજબૂત કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા તેમજ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નીંગ, ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ, બ્લોક ચેન જેવી નવી અને ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ પણ આ પોલિસીમાં સમાવિષ્ટ છે.
મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યુ કે, ગુજરાતitક્ષેત્રે દેશના ટોપ ફાઇવ સ્ટેટસમાં સ્થાન મેળવવા પ્રયત્નશીલ છે.itસેક્ટરમાં ગુજરાતની વાર્ષિક નિકાસ-એન્યુઅલ એક્સપોર્ટ 3 હજાર કરોડથી વધારીને રપ હજાર કરોડ સુધી લઇ જવા અનેitઅને ITeS ક્ષેત્રમાં નવી 1 લાખથી વધુ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય પણ આ નવી પોલિસીમાં રાખવામાં આવ્યું છે તેમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, વર્લ્ડ કલાસ આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચર, ડેટા સેન્ટર્સ અને ઇમર્જિંગ ટેક્નોલોજીમાં ઇનોવેશન સેન્ટર્સની ઉપલબ્ધતામાં પણ ગુજરાત અગ્રેસર રહીને નેતૃત્વ કરે તેવી નેમ આ નવી પોલિસીની છે મુખ્યમંત્રીએ આ નવી પોલિસીની વિશેષતાઓ પ્રસ્તુત કરી હતી. તદ્દઅનુસાર આ નીતિ CAPEX-OPEXમોડલનો એક યુનિક કોન્સેપ્ટ રજૂ કરે છે જે સમગ્ર દેશમાં પ્રથમ છે: અ) સામાન્ય પ્રોજેક્ટ માટે વધુમાં વધુ રૂા. પ0 કરોડની મર્યાદામાં રપ ટકાનો CAPEXસપોર્ટ અપાશે. મેગા પ્રોજેકટ માટે આ મર્યાદા રૂા. ર00 કરોડ સુધીની રહેશે, બ) દર વર્ષે રૂા.20 કરોડ સુધીના સામાન્ય પ્રોજેક્ટ માટે અને દર વર્ષે રૂા.40 કરોડના મેગા પ્રોજેક્ટ્સ માટે 15%નો OPEX સપોર્ટ રાજ્યમાં it રોજગારને વેગ આપવાના પ્રયાસરૂપે ગુજરાત સરકારે પોલિસીમાં બે વિશેષ પ્રોત્સાહનો સમાવિષ્ટ કર્યા છે: એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ, પ્રતિ કર્મચારી 60,000 રૂપિયા સુધી, આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય દ્વારા એમ્પ્લોયરના યોગદાનનું 100% સુધીનું વળતર, રૂા.5 કરોડ સુધીની ટર્મ લોન પર 7% લેખે વ્યાજની ચૂકવણી માટે સહાય., રૂા. તમામ પાત્ર it/ITeS એકમોને 100% ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીનું વળતર,itઉદ્યોગ માટે તૈયાર કુશળ પ્રતિભાનો અગ્રણી સ્ત્રોત બનવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત અઈં સ્કૂલ/ai સેન્ટર ઑફ એક્સલન્સની સ્થાપના. કૌશલ્ય વિકાસ માટે સ્નાતક વિદ્યાર્થીઓ અને કાર્યકારી વ્યાવસાયિકોને અભ્યાસક્રમની ફી પેટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા વ્યક્તિ દીઠ મહત્તમ રૂા.50,000 સુધીની નાણાકીય સહાય. ડિજિટલ સાક્ષરતામાં સુધારો કરવા અને માહિતી ટેકનોલોજીની જાગૃતિ વધારવા માટે શાળાના બાળકો અને સામાન્ય જનતાને લક્ષ્ય બનાવી મોટા પાયે માહિતી, શિક્ષણ અને સંચાર કાર્યક્રમો કરવામાં આવશે.
રૂા.100 કરોડ સુધીના CAPEXસપોર્ટ સાથેitશહેરો/ટાઉનશીપ્સના વિકાસને પ્રોત્સાહન અને નિયમનકારી અને FCI ધોરણોમાં છૂટછાટ આપવી. કોઈપણ આઈટી કંપની રાજ્યમાં તેમની આઈટી કામગીરીને ઝડપી રીતે કરી શકે તે માટે વિશ્ર્વ કક્ષાની સહ-કાર્યકારી જગ્યાઓના નિર્માણની સુવિધા આપવી. સરકારની સુવિધાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ હેઠળ સ્થપાયેલી it કંપનીઓને દર મહિને રૂા.10,000 પ્રતિ સીટ સુધી 50% લેખે ભાડા સબસિડી. ક્લાઉડ ટેક્નોલોજીના મહત્વને ઓળખીને, સરકારે ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે: ડેટા સેન્ટર: રૂ.150 કરોડ સુધી 25%નો CAPEXસપોર્ટ. અને 5 વર્ષના સમયગાળા માટે રૂા.1/યુનિટની પાવર ટેરિફ સબસિડી, ઇ કેબલ લેન્ડિંગ સ્ટેશન: રૂા. 20 કરોડ સુધી 25% CAPEXસપોર્ટ. અને 5 વર્ષના સમયગાળા માટે રૂા.1/યુનિટની પાવર ટેરિફ સબસિડી.
ગુજરાતની આઇટી ઇકોસિસ્ટમમાં આ મહત્વપૂર્ણ it/ITeS નીતિ (2022-27)થી રાજ્યના માહિતી પ્રૌદ્યોગિક લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાની કલ્પના છે. ગુજરાતને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે અગ્રણી રાજ્યોમાંનું એક બનાવવા માટે વિવિધ પાસાઓને વધુ મજબૂત કરી આઇટી ઇકોસિસ્ટમ માટે ગુજરાત ‘ડેસ્ટીનેશન ઓફ ચોઇસ’ બનશે તેવો વિશ્ર્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.