Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોના બજેટમાં વિકાસના નામે લોકોને ઉંધા ચશ્મા પહેરાવવાનો પ્રયાસ

જામ્યુકોના બજેટમાં વિકાસના નામે લોકોને ઉંધા ચશ્મા પહેરાવવાનો પ્રયાસ

જામનગર મનપાનું બજેટ ‘મુંગેરી લાલ કે હસીન સપને’ જેવું : વિપક્ષ નેતા આનંદ રાઠોડ : વ્યાજ માફી નહીં ટેકસમાં પણ રાહત આપવા માંગણી

- Advertisement -

જામ્યુકોના વિપક્ષી નેતા આનંદ રાઠોડે મહાપાલિકાના વર્ષ 2022-23ના અંદાજપત્રને મુંગેરી લાલના હસીન સપના જેવું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, બજેટમાં આંબા-આંબલી દેખાડીને લોકોને જામ્યુકોના સત્તાધિશો ઉલ્ટા ચશ્મા પહેરાવવાનો પ્રયાસ કરી રહયા છે. તેમણે બજેટમાં છેલ્લા બે વર્ષના ટેકસમાં રાહત આપવાની માંગણી કરી છે. વ્યાજ માફી આપવાથી કોરોના કાળમાં પીસાયેલી પ્રજાને કોઇ રાહત નહીં મળે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના વર્ષ 2022-23 બજેટ દરમિયાન જે 853.5 કરોડના કામો સૂચન કરવામાં આવેલ છે. તે કામો ગત બજેટમાં પણ અમુક કામો આવેલાછે. જે હજૂ સુધી કામો પૂર્ણ નથી થયેલ તે કામો ફરીથી 2022-23ના બજેટમાં ‘મુંગેરી લાલ કે હસીન સપના’ જેવું બજેટ ફરી રજૂ કરેલ છે.

જો સાચા ખરા હક્કમાં અને ટેક્સ ભરતી પ્રજાને છેલ્લા બે વર્ષમાં કોરોનાની મહામારીમાં જામનગર શહેરની પ્રજા કામ, ધંધા, વેપાર વિના બેકાર બની છે. પ્રજાને ખરા હક્કમાં રાહત આપવી હોય તો 2006 પછીના કરદાતાઓને સર્વિસ યુઝર્સ નામનું બીલ આપવામાં આવે છે. કાર્પેટ આધારિત એલ-5 અને એલ-4 જેવા આ વિસ્તારો છે. તેઓ સરકારી જમીનોમાં વર્ષોથી વસવાટ કરે છે.

- Advertisement -

આવા સ્લમ, નબળા વિસ્તારોને 100 ટકા વ્યાજ માફી આપવી જોઇએ અને છેલ્લા બે વર્ષ માટે ટેક્સ ન લેવો જોઇએ. જેથી કરીને જામનગરની પ્રજાને ખરા હક્કમાં રાહત મળે તેવું મારું માનવું છે. તેવી મારી માગણી છે અને જે વ્યાજ માફી માટે 31 માર્ચ સુધીનો સમય આપેલ છે. તેને ત્રણ મહિના સુધી લંબાવવો જોઇએ અને તેની મુળ રકમ બાકી રહેતી હોય તે લોકોને ત્રણ મહિનાના હપ્તા પેટે આ રકમ વસુલવી જોઇએ અને ત્રણ મહિનામાં આ રકમ ના ચૂકવે તો 100 ટકા વ્યાજ માફી ન મળવી જોઇએ એવી માગણી છે. જેથી આ ત્રણ મહિનાના ગાળામાં હપ્તેથી પૈસા ભરવાના કરદાતાઓને રાહત મળે છે. આમ કરવાથી કોરોનાની મહામારી પ્રજા પાયમાલ થઇ છે તો તેઓને થોડી રાહત મળે.

2005થી ‘મુંગેરી લાલ કે હસીન સપના’ જેવું આ બજેટ રજૂ થાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવું પૂર્ણ કરી દેવામાં આવે છે. ફરી પાછુ દરવર્ષની જેમ પ્રજાને કોઇ રાહત મળતી નથી. જામનગરના વિકાસની મોટી-મોટી વાતો કરે છે. ગત બજેટમાં 275 કરોડ જેવી રકમ વિકાસના કાર્યો માટે રાજ્ય સરકાર પાસે માગેલ હતી. તેમાંથી માત્ર 50 ટકા જેવી રકમ આવી હતી અને 50 ટકાની ગ્રાન્ટમાં 50 ટકા ના જ કામો થયા હતાં. દર બજેટમાં પ્રજાને રાહત થાય તેવા કોઇજાતના સારા નિર્ણયો લેવામાં આવતા નથી. જેમ કે, ટ્રાફિક સમસ્યા હલ કરવી, ઢોરના ત્રાસથી જામનગરને મુક્ત કરવુ અને ખાસ જામનગરની યુવા પેઢી માટે સાર્વજનિક ક્રિકેટ ગ્રાઉન્ડ, કબડ્ડી માટે ગ્રાઉન્ડ કોઇ દિવસ વિચાર્યું જ નથી. માત્ર જામનગર શહેરની અંદર કર્યા જામનગર મહાનગરપાલિકાની જમીનો જ્યાં છે.

- Advertisement -

ત્યાં વહચિી વિકાસોના કામો કરો. બિલ્ડરોને ગોળ આપે છે અને પ્રજાને ખોળ આપે છે. તેવી બેવળી નીતિ જામનગર મહાનગરપાલિકાના ભાજપ શાસિત ચેરમેનોએ બજેટ રજૂ કરેલ છે. દર વર્ષે બજેટમાં એક ને એક વાતો, શબ્દો, આકડાઓની માયા જાળ ભરેલુ બજેટ રજૂ કરવામાં આવે છે. આમા કોરોના જેવી મહામારીની અંદર પ્રજાને છેલ્લા બે વર્ષના ટેક્સમાં રાહત મળવી જોઇએ. તેવું બજેટ રજૂ નથી થયેલ જેથી કરીને આ બજેટ પ્રજાલક્ષી નથી, માત્ર વ્યાજ માફી આપવાથી કોઇ રાહત ન કહેવાય તેવું જામનગર મનપાના વિરોધપક્ષના નેતા આનંદ રાઠોડે જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular