જામનગર શહેરમાં મયુરનગર વામ્બે આવાસમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.11720 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં મયુરનગર વામ્બે આવાસમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઈ એચ.જે. પરિયાણી તથા સ્ટાફે રેઈડ દરમિયાન હનિફ ઉર્ફે વીનિયો ઈસ્માઈલ સાટી, સુનિલ કરશન ભાટીયા, કિરીટસિંહ ભીખુભા રાઠોડ નામના ત્રણ શખ્સોને રૂા.11720 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.