Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચંગા નજીક ખુટીયાને બચાવવા જતાં કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત

ચંગા નજીક ખુટીયાને બચાવવા જતાં કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત

ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચી : સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચંગા ગામના પાટીયા નજીકથી પસાર થતી કાર આડે ખુટીયો ઉતરતા બચાવવા જતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ઝાડ સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રાજપાર્ક પાછળ રમણપાર્ક શેરી નં.6 માં રહેતા સંજય જગદીશભાઈ ભટ્ટી (ઉ.વ.45) નામના યુવાન રવિવારે રાત્રિના સમયે તેની જીજે-10-બીજી-3801 નંબરની મહેન્દ્રા વેરીટો કારમાં ભણગોરથી જામનગર તરફ આવતો હતો. ત્યારે જામનગર તાલુકાના ચંગા ગામના પાટીયા નજીક પહોંચ્યો ત્યારે માર્ગ આડે બળદ (ખુટીયો) ઉતરતા ચાલકે ખુટીયાને બચાવવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી કાર રોડ પરથી ઉતરીને વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાલક સંજયભાઇ ભટ્ટીને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.

ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મનિષ બારડ દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular