સાંસદો/ધારાસભ્યો સામેના ફોજદારી કેસોમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન 862 કેસોનો વધારો નોંધાયો છે. 2018 ની સાલમાં પેન્ડિંગ 4,122 ની સંખ્યા વધીને ડિસેમ્બર 2021માં 4,984 થઇ ગઈ છે. જે પૈકી 3,322 મેજિસ્ટ્રિયલ કોર્ટમાં તથા 1,651 કેસ સેશન કોર્ટમાં પેન્ડિંગ છે.તેમજ 1,899 કેસો 5 વર્ષથી વધુ જૂના હોવાનો એમિકસ ક્યૂરીના અહેવાલમાં સુપ્રીમ કોર્ટને જણાવાયું છે. નોંધનીય છે કે પેન્ડિંગ કેસોની કુલ સંખ્યા ડિસેમ્બર 2018 સુધીમાં 4,110 હતી. અને 4 ડિસેમ્બર, 2018 પછી 2,775 કેસના નિકાલ પછી પણ, સાંસદો/ધારાસભ્યો સામેના કેસ 4,122 થી વધીને 4,984 થયા છે.ઓક્ટોબર 2020 સુધીમાં 4,859 હતા. 4 ડિસેમ્બર, 2018 પછી 2,775 કેસના નિકાલ પછી પણ, સાંસદો/ધારાસભ્યો સામેના કેસ 4,122 થી વધીને 4,984 થયા છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.
સાંસદો ધારાસભ્યો સામે સતત વધી રહ્યાં છે ફોજદારી કેસ
ત્રણ વર્ષમાં 862 કેસનો વધારો : 2775 કેસના નિકાલ બાદ પણ સ્થિતિમાં સુધારો નહીં


