સોશિયલ મીડિયા દ્વારા ધાર્મિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ ન કરવા જામનગર પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. વિવિધ સોશિયલ સાઈટ ઉપર સાયબર ક્રાઈમ અને એલસીબી સહિતની ટીમ નજર અરખી રહી છે.
સોશીયલ મીડીયા ઉપર કોઇપણ ધર્મના દેવી દેવતાઓની અન્ય કોઇ ધર્મના દેવી દેવતાની સરખામણી કરતી ઉશ્કેરણીજનક અને શાંતી ભંગ કરતી પોસ્ટ મુકી ટીકા ટીપ્પણી કરી જાહેર શાંતીને ડહોળવા પ્રયાસ કરવો તે ગુન્હાહિત કૃત્ય હોય જેથી કોઈ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાય તેવી ગેરકાયદેસર પ્રવૃતી કરતી પોસ્ટ કરશે કે કોઈપણ વ્યક્તિ મારફતે કરાવશે તો તેઓ વિરૂધ્ધ કાયદાકીય રીતે કડકમા કડક કાર્યવાહી કરવામા આવશે.
જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા જામનગર એલ.સી.બી. દ્રારા વોટસએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટવીટર, સ્નેપચેટ જેવી તમામ સોશીયલ સાઈટસ ઉપર અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃતી કરતા ઈસમો ઉપર બાજ નઝર રાખવામા આવી રહી છે. જેની તમામ નાગરીકોએ નોંધ લેવી અને આવી ગેરકાયદેસર અને અસામાજીક પ્રવૃતીથી દુર રહેવા જામનગર જીલ્લા પોલીસ દ્વારા નાગરીકોને અપીલ કરવામાં આવે છે.


