જામનગરના રોઝી બંદર જેટી વિસ્તારમાં પૂરઝડપે બેફીકરાઈથી આવતા ટ્રકે તરૂણને હડફેટે લેતા પાછલા ટાયરમાં આવી જતાં ચગદાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક વાહન મૂકી નાશી ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર નજીક આવેલા રોઝી બંદર ઉપર જેટી વિસ્તારમાં બુધવારે સાંજના સમયે પૂરઝપડે બેફીરાઈથી આવતા જીજે-10-વી-8687 નંબરના ટ્રક ચાલકે પાછલા ટાયરમાં શકીલ હુશેન (ઉ.વ.17) નામના તરૂણને હડફેટે લેતા ટાયર તેના ઉપર નાકમાં અને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા તરૂણનું ચગદાઈ જવાથી ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકી નાશી ગયો હતો. બનાવ અંગેની હનિફભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઇ યુ.કે. જાદવ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.