Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયત્રીજી લહેર ઓસરવા લાગી : 24 કલાકમાં 25,000 કેસ ઘટયાં

ત્રીજી લહેર ઓસરવા લાગી : 24 કલાકમાં 25,000 કેસ ઘટયાં

21 જાન્યુઆરીએ નોંધાયા હતા 3.47 લાખ નવા કેસ : હજુ મૃત્યુઆંક ડરામણો : 24 કલાકમાં પ95 લોકોના મોત

- Advertisement -

દેશમાં સતત નવ દિવસથી કોરોનાના નવા કેસો ઘટી રહ્યા છે. 22 જાન્યુઆરીએ રેકોર્ડ 3.47 લાખ નવા કેસ આવ્યા પછી તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે ત્રીજી લહેરનું પીક જતું રહ્યું છે અને એ ધીમે ધીમે ખતમ થવા તરફ છે. જો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે વાયરસનો સંક્રમણકાળ કુલ 14 દિવસનો હોય છે એટલે આગામી પાંચ દિવસના આંકડાઓ જોવામાં આવશે. ત્યાર પછી જ અંતિમ પરિણામ કાઢવામાં આવશે. દેશમાં કોરોનાનાં કેસમાં ધીમે ધીમે પણ ઘટાડો થઇ રહ્યો છે. ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોનાનાં સતત ઓછા કેસ સામે આવતા લોકોએ અને ખાસ કરીને સરકારે રાહતનો શ્વાસ લીધો છે. જો કે હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે.

- Advertisement -

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 2.09 લાખ કેસ નોંધાયા છે. વળી, આ સમયગાળા દરમિયાન 959 લોકો મૃત્યુ પામ્યા હતા. દેશમાં સૌથી વધુ કેસ કેરળમાં છે. અહીં સતત બીજા દિવસે 50 હજારથી વધુ કેસ મળી આવ્યા છે. ભારતમાં કોરોનાનાં કેસ સતત ઘટી રહ્યા છે. પરંતુ ચિંતાનો વિષય છે કે સતત ત્રીજા દિવસે મૃત્યુઆંક વધ્યો છે. રવિવારે દેશમાં 893 દર્દીઓનાં મોત થયા, શનિવારે આ આંકડો 871 હતો જે એક ચિંતાનો વિષય જરૂર છે.
ભારતમાં કોરોનાનાં કેસ સતત ઘટી રહ્યા છે. સોમવારે 2.09 લાખ કેસ નોંધાયા છે. અગાઉ રવિવારે 2,34,281 નવા કેસ નોંધાયા હતા. વળી, શનિવારે કોરોનાનાં 2,35,532 કેસ નોંધાયા હતા. ભારતમાં સૌથી વધુ ચેપગ્રસ્ત રાજયોની
વાત કરીએ તો, કેરળમાં સૌથી વધુ 51,570 કેસ છે. આ પછી કર્ણાટકમાં 28,264, મહારાષ્ટ્રમાં 22,444, તમિલનાડુમાં 22,238, આંધ્રપ્રદેશમાં 10,310 કેસ નોંધાયા છે. આ 5 રાજયોમાં, દેશનાં કુલ કેસોમાંથી 64.22% કેસ મળી આવ્યા છે. એકલા કેરળમાં 24.57% કેસ જોવા મળ્યા હતા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 2,62,628 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 3,89,76,122 લોકો સાજા થયા છે. રિકવરી રેટ વધીને 94.37% થયો છે. વળી, સક્રિય કેસ ઘટીને 18,31,268 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 53,669નો ઘટાડો થયો છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, 21 જાન્યુઆરીએ સૌથી વધારે કેસ નોંધાયા હતા. તે તારીખથી આપણે 14 દિવસ સુધીના આંકડાઓ જોવા પડશે કેમ કે વાયરસનો સંક્રમણ કાળ 14 દિવસનો છે. એટલે આગામી પાંચ દિવસના આંકડાઓ નક્કી કરશે કે ત્રીજી લહેરનું પીક જતું રહ્યું છે કે હજુ આવવાનું બાકી છે. ગયા અઠવાડિયે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે, કોરોનાના કેસ એક સપ્તાહથી સ્થિર થઇ ચૂકયા છે. જે ત્રીજી લહેર નબળી પડવાના સંકેત છે. તો બીજી તરફ વર્ધમાન મહાવીર કોલેજના કોમ્યુનીટી વિભાગના ડાયરેકટર પ્રોફેસર જુગલ કિશોરે કહ્યું કે, આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે કોરોનાની ત્રીજી લહેરનું પીક જતું રહ્યું છે. આગામી દિવસોમાં સંક્રમણમાં વધુ ઘટાડો જોવા મળશે. સાજા થનારા દર્દીઓની સંખ્યા રોજેરોજ વધી રહી છે. એટલે સક્રિય દર્દીઓ, ઝડપથી ઘટી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular