Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારતે પેગાસસ સોફટવેર ખરીદયો હોવાનો ધડાકો

ભારતે પેગાસસ સોફટવેર ખરીદયો હોવાનો ધડાકો

2017માં લશ્કરી સોદાના ભાગરૂપે પેગાસસ જાસૂસી સોફટવેર ખરીદાયાનો ન્યુર્યોક ટાઇમ્સનો દાવો : ભારતમાં ફરી રાજકીય વિવાદ ગરમાવાના એંધાણ

- Advertisement -

ભારતમાં રાજકીય વાવાઝોડુ સર્જનાર પેગાસસ સોફટવેરના મુદે એક નવો ધડાકો થયો છે અને અમેરિકી અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ભારતે 2017માં રૂા. 15,000 કરોડના એક લશ્કરી સોદાના ભાગરૂપે આ પેગાસસ સોફટવેરની ખરીદી કરી હતી અને ઇઝરાયલને નાણા ચુકવાયા હતા. ભારતે ઇઝરાયલ પાસેથી મિસાઇલ સિસ્ટમ તથા અન્ય હથિયારોની સાથે પેગાસસ સોફટવેર પણ ખરીદયો હતો.

- Advertisement -

દેશમાં સંસદનું સત્ર હવે આગામી સપ્તાહમાં શરૂ થઇ રહ્યું છે તે પૂર્વે જ આ ધડાકો મહત્વનો છે. અગાઉ ચોમાસુ સત્ર પેગાસસ સોફટવેરના વિવાદમાં જ ખતમ થઇ ગયું હતું અને હાલ સુપ્રિમ કોર્ટનાં મોનીટરીંગ હેઠળની એક નિષ્ણાંત કમિટી પેગાસસ સોફટવેરથી ભારતમાં કોઇની જાસૂસી થઇ છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. જો કે સરકારે અનેક વખત ઇન્કાર કર્યો છે કે તેણે આ પ્રકારના સોફટવેરની ખરીદી કરી નથી અથવા જાસૂસી માટે ઉપયોગ કર્યો નથી તે સમયે ન્યૂયોર્ક ટાઈમ્સનો આ રિપોર્ટ મોદી સરકાર માટે મુશ્કેલ બની જશે.

ન્યૂયોર્ક ટાઇમ્સે દર્શાવ્યું છે કે, લગભગ એક વર્ષનીલાંબી તપાસ માટે તેઓએ એ નિશ્ર્ચિત કર્યું છે કે અમેરિકી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઈ)એ પણ ઇઝરાયલની એનએસઓ ફર્મ પાસેથી આ પેગાસસ સોફટવેરની ખરીદી કરી હતી. અને તે અમેરિકામાં શંકાસ્પદ લોકોના મોનીટરીંગ માટે તે કરવામાં આવી રહ્યો છે જો કે ગત વર્ષે આ પ્રકારના સોફટવેરનો ઉપયોગ બંધ કરાયો છે.

- Advertisement -

ખાસ કરીને દુનિયામાં પેગાસસ મામલે વિવાદ સર્જાયા બાદ એફબીઆઈએ ઉપયોગ બંધ કર્યો હતો તેવું મનાય છે. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ મેકિસકો, સાઉદી અરેબીયા, પોલેન્ડ, હંગેરીએ પણ ભારતની સાથે પેગાસસ સોફટવેરની ખરીદી કરી હતી. ભારત અંગે અખબારે લખ્યું છે કે જુલાઈ 2017માં જ્યારે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલ ગયા હતા તે સમયે સ્પષ્ટ હતું કે ભારત પોતાની પેલેસ્ટાઈન સંબંધી નીતિનો બદલાવ કરી રહ્યા છે અને તે સમયે વડાપ્રધાન મોદી અને ઇઝરાયલના તત્કાલિન વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ વચ્ચે ખુબ જ નજદીકી સંબંધ દેખાઇ આવ્યા હતા.

ભારતે ઇઝરાયલ પાસેથી આધુનિક હથિયાર અને જાસુસી સોફટવેર ખરીદવાનો સોદો કર્યો હતો અને રુા. 15,000 કરોડનો આ સોદો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાદમાં નેતાન્યાહુ પણ ભારત આવ્યા હતા અને ઇઝરાયલના કોઇ રાષ્ટ્ર વડાની નજીકના સમયમાં આ પ્રથમ મુલાકાત હતી. અને જુલાઈ-2019માં પણ ભારત અને ઇઝરાયલે પેલેન્સાટાઇન મુદ્દે સમાન વલણ અપનાવ્યું હતું. ન્યુયોર્ક ટાઈમ્સે એ પ્રશ્ર્ન ઉઠાવ્યો છે કે શસ્ત્ર સોદામાં જાસુસી સોફટવેરની ખરીદી કરીને સરકારે તે છુપાવવા પ્રયત્ન કર્યો હતો જો કે અત્યાર સુધી ભારત સરકાર ઉપરાંત પેગાસસની નિર્માતા કંપની કે ઇઝરાયલની સરકારે ભારતને આ સોફટવેર વેચ્યાનો ખુલાસો કર્યો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular