જામનગરમાં વાર્ષિક ઈન્સ્પેક્શન માટે આવેલા રેન્જ આઈજીએ સારી કામગીરી કરનાર 11 પોલીસ અધિકારી અને 16 પોલિસકર્મીઓને પ્રશંસાપત્ર આપીને સન્માન કરવામાં આવ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં પોલીસવડાના માર્ગદર્શન હેઠળ સરાહનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓના રાજકોટ રેંજ આઈજી દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. રાજકોટ રેન્જ આઈજી સંદીપ સીંઘ જામનગરના વાર્ષિક ઈન્સ્પેક્શન માટે આવ્યા બાદ પોલીસવડા કચેરી ખાતે બેઠકો યોજી હતી અને વર્ષ દરમ્યાન એએસપી નિતેશ પાંડેયની વડપણ હેઠળ કામગીરી કરીને વણશોધાયેલા ગુનાઓ આચરનારા અનેક આરોપીઓને શોધી કાઢીને સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓને પ્રશંસાપત્રો આપી સન્માન કરવામાં આવ્યા હતાં.
જેમાં 11 પોલીસ અધિકારીઓ જેમાં એલસીબી પીઆઈ એસ.એસ.નીનામા, પીએસઆઈ કે. કે.ગોહીલ, આર.બી.ગોજીયા, બી. એમ.દેવમુરારી તેમજ એસઓજી પીએસઆઈ વી.કે.ગઢવી, આર.વી.વીંછી તેમજ સીટી બી ડિવિઝનના પીઆઈ કે.જે.ભોયે, પીએસઆઈ વાય.બી.રાણા, સીટી સી ડિવિઝનના પીઆઈ કે.એલ.ગાંધે, પીએસઆઈ આર.બી.ગોહિલ તેમજ કાલાવડ ટાઉનના પીએસઆઈ એચ.વી. પટેલને અને એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલાવડિયા, નિર્મલસિંહ જાડેજા સહિત 16 પોલીસકર્મીઓને પ્રશંસાપત્રો આપીને સન્માન કરવામાં આવ્યા હતાં.