Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરગુલાબ કુંવરબા આયુર્વેદિક સોસાયટી અને જામપા વચ્ચે જગ્યાનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો

ગુલાબ કુંવરબા આયુર્વેદિક સોસાયટી અને જામપા વચ્ચે જગ્યાનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો

ગુલાબકુંવરબા આર્યુવેદિક સોસાયટી અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે જી.જી. હોસ્પિટલ વિસ્તારમાં મુખ્ય રોડને લગત આવેલ જગ્યા પેકી 5820 ચો.ફૂટ જગ્યા 50 વર્ષના લીઝ ઉપર જામનગર પાલિકાને આપવામાં આવેલ જે અંગેનો વિવાદ ચરમસીમાએ વકર્યો છે.

- Advertisement -

આ અંગેની હકીકત મુજબ તા. 25-6-1962ના રોજ બન્ને પક્ષકારો વચ્ચે કરાર થયો હતો. જે મુજબ દુકાનો બાંધી ભાડે આપવા અને મુદ્ત પુરી થયે બાંધકામ સાથેની જગ્યાનો કબજો આયુર્વેદિક સોસાયટીને પરત સોંપવાનો હતો. પરંતુ વારંવારની રજૂઆત છતાં કોર્પોરેશને કબજો સોંપેલ ન હતો. સદર ભાડા કરારનો અંત તા. 30-10-2013ના રોજ પૂર્ણ થયો છે. આમ છતાં જગ્યાનો કબજો સુપરદ કર્યો નથી.

વારંવારની મિટિંગ અને પત્ર વ્યવહાર બાદ સોસાયટીએ લીઝનો સમય 10 વર્ષ માટે વધારી આપવા સંમતિ આપેલ જે 31-10-2013ના રોજ પૂર્ણ થાય છે. છતાં આજ દિન સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. નવા લીઝની મુદ્ત પુરી થયે 8 વર્ષનો સમય વીતિ ગયો છે. છતાં કોર્પોરેશને કોઇ કાર્યવાહી કરી નથી. 70 ટકા ભાડાની રકમ પણ કોર્પોરેશને જે ચૂકવવા પાત્ર હતી તે ચૂકવેલ નથી. આ અંગે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઇ કાર્યવાહી થતી ન હોવાથી સોસાયટીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સોસાયટીએ પ્રશ્ર્નના નિરાકરણ અર્થે 2013થી આજદિન સુધીનું ભાડુ 70 ટકાના હક્ક પ્રમાણે વ્યાજ સહિત ચૂકવવા તેમજ લીઝની મુદ્ત 2013માં પૂર્ણ થયેલ હોય સદર જમીન પરની દુકાનો હટાવી પરત કરવા પણ કોર્પોરેશનમાં રજૂઆત કરી છે. પરંતુ જામનગર મહાનગરપાલિકા આ અંગે કોઇ કાર્યવાહી કરતી નથી. તેમ ટ્રસ્ટી ગુલાબકુંવરબા આર્યુવેદિક સોસાયટીની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular