Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસરકાર દ્વારા તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે

સરકાર દ્વારા તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે

તા. 1 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે

- Advertisement -

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ/રવિ સિઝન 2021-22માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ., અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે.

- Advertisement -

રાજ્યમાં ખરીફ/રવિ સિઝન 2021-22માં લઘુત્તમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા. 15-2-22 અને ચણા તથા રાયડાની ખરીદી તા. 1-3-22થી શરુ કરવામાં આવનાર છે.

ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તુવેરના ટેકાના ભાવ (પ્રતિ કિવ. 6300) તથા પ્રતિ 20 કિલોના 1260, ચણાના (પ્રતિ કિવ. 5230) તથા પ્રતિ 20 કિલોના 1046 અને રાયડોના (પ્રતિ કિવ. 5050) તથા પ્રતિ 20 કિલોના 1010 ભાવ જાહેર કર્યે છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ તા. 1 થી 28 ફેબ્રુઆરી દરમિયાન વીસીઇ દ્વારા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ખાતે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.
ખેડૂતોએ નોંધણી માટે (1) આધારકાર્ડની નકલ, (2) મહેસુલ રેકર્ડ ગામ નમૂનો 7/12 તથા 8-અની અદ્યતન નકલ, (3) ગામ નમૂના-12માં પાક વાવણી અંગેની નોંધ ન થઇ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો, (4) પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક સહિતના પુરાવા રજૂ કરવાના રહેશે.

- Advertisement -

નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખેડૂતે ખાસ કાળજી રાખવાની રહેશે. ડોક્યુમેન્ટ્સની ચકાસણી દરમિયાન જો ભળતા ડોક્યુમ:ન્ટસ કે ખોટા ડોક્યુમેન્ટસ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તે ખેડૂતોનો ક્રમ રદ થશે અને ખરીદી માટે તે ખેડૂતને જાણ કરવામાં આવશે નહીં. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નં. 079-26407607 ઉપર સંપર્ક કરવાની રહેશે. ખેડૂતોએ નોંધણી માટે કોઇપણ રકમ ચૂકવવાની રહેતી નથી. નોંધણીની કામગીરી માટે થતો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular