Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકાશી જેવું ભવ્ય બનશે મહાકાલનું પરિસર

કાશી જેવું ભવ્ય બનશે મહાકાલનું પરિસર

- Advertisement -

પ્રાચીન નગરી અવંતિકા, એટલે કે ઉજ્જૈન મહાશિવરાત્રિ પહેલાં ભવ્ય આકાર લેવા જઈ રહ્યું છે. 705 કરોડના મહાકાલ વિસ્તાર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનાં કામોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં મહાકાલ પથ, મહાકાલ વાટિકા, રૂદ્રસાગર તટનો વિકાસ સામેલ છે. પ્રોજેક્ટ બે રીતે નગરીની તસવીર બદલી નાખશે. પહેલા- દર્શન સરળ થશે. બીજું- લોકો દર્શનની સાથે ધાર્મિક પ્રવાસ પણ કરી શકશે. કેમ્પસમાં રોમિંગ, રહેવા, આરામની તમામ સુવિધાઓ હશે. મહાકાલ કેમ્પસ, જે 2થી 20 હેક્ટરમાં વિસ્તરણ કરવામાં આવશે, એ કાશી વિશ્વનાથ કોરિડોર (5 હેક્ટર) કરતાં ચાર ગણું મોટું બનશે. ઉજ્જૈનના કલેક્ટર IAS આશિષ સિંહ કહે છે, ’મહાશિવરાત્રિ પહેલાં બે તબક્કામાંથી એક પૂર્ણ થવા જઈ રહ્યો છે. બીજો તબક્કો આવતા વર્ષ (2023) મે-જૂન સુધીમાં પૂર્ણ થશે. જ્યારે એ પણ પૂર્ણ થશે ત્યારે દર કલાકે એક લાખ શ્રદ્ધાળુઓ કોઈપણ અવરોધ વિના દર્શન કરી શકશે. આટલી ભીડ હોવા છતાં વ્યક્તિ 30થી 45 મિનિટમાં દર્શન કરી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular