ઓમિક્રોન બાદ હવે કોરોનાના નવા વેરિઅન્ટ નિયોકોવએ દુનિયાની ચિંતા વધારી દીધી છે. વુહાનના વૈજ્ઞાનિકોએ આ અંગે મોટો દાવો કર્યો છે. તેઓએ કહ્યું છે કે આ વેરિયન્ટ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે. તેનો ચેપ અને મૃત્યુદર બંને ખૂબ જ વધારે છે. તે દર ત્રણમાંથી એક દર્દીને મારી શકે છે. તમને જણાવી દઈએ કે વુહાન એ જ શહેર છે જ્યાંથી 2020માં કોરોના મહામારી ફેલાઈ હતી.
નિયોકોવ વેરિઅન્ટ હમણાં જ દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયાની અંદર જોવા મળ્યું છે. અગાઉ માત્ર પ્રાણીઓમાં જોવા મળતું હતું. Neokov અને તેના પાર્ટનર વાયરસ PDF-2180-CoV મનુષ્યોને સંક્રમિત કરી શકે છે. વુહાન યુનિવર્સિટી અને ચાઇના એકેડેમી ઓફ સાયન્સના સંશોધકોના જણાવ્યા અનુસાર, માનવ કોષોને સંક્રમિત કરવા માટે આ નવા કોરોના વાયરસ માટે માત્ર એક મ્યુટેશનની જરૂર છે.નિયોકોવ વાયરસમાં SARS-CoV-2 કોરોના વાયરસ જેવા જ લક્ષણો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ નવો વાઈરસ સાઉથ આફ્રિકામાં ચામાચીડીયા અને પ્રાણીઓમાં જોવા મળ્યો છે. અને આ વાયરસને મનુષ્યના કોષોને સંક્રમિત કરવા માટે માત્ર એક મ્યુટેશનની જ જરૂર રહે છે. જેનાથી મૃત્યુદર વધી શકે છે.રીપોર્ટ અનુસાર નીયોકોવ વાયરસ નવો નથી અગાઉ તે વર્ષ 2012 અને 2015માં પશ્ચિમ એશિયાના દેશોમાં જોવા મળ્યો હતો.
રશિયાના વાઈરોલજી અને બાયોટેકનોલોજી વિભાગે જણાવ્યું છે કે આ વેરિયન્ટ માણસોમાં ફેલાવામાં સક્ષમ નથી. સવાલએ નથી કે નવો વેરિયન્ટ માણસોમાં ફેલાશે કે નહી પરંતુ તેની ક્ષમતા અને જોખમ વિષે તપાસ કરવી જરૂરી છે.