Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં બજેટ અનુલક્ષી સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ..!!!

ભારતીય શેરબજારમાં બજેટ અનુલક્ષી સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ..!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

કોરોના – ઓમિક્રોનના સંક્રમણમાં દેશમાં મહાનગરો મુંબઈ, દિલ્હી સહિતમાં કેસોમાં ઝડપી ઘટાડા સામે પશ્ચિમ બંગાળ – કોલકતા, કેરળ, ગુજરાત સહિતના રાજયોમાં પરિસ્થિતિ વણસી રહી હોઈ અને વૈશ્વિક મોરચે પણ અમેરિકામાં ફુગાવો – મોંઘવારીનો આંક કૂદકે ને ભૂસકે વધી રહ્યો હોઈ આ જોખમી પરિબળ સાથે ક્રુડ ઓઈલના સતત વધતાં ભાવને લઈ ભારતમાં આર્થિક મોરચે મોટા પડકારના એંધાણ અને આગામી કેન્દ્રિય બજેટમાં આઈટી – સોફટવેર સર્વિસિઝ ક્ષેત્ર પર વેરાનો નવો બોજ આવવાની ચર્ચા વચ્ચે ફંડો, મહારથીઓએ ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં આઈટી શેરોની આગેવાનીમાં સતત ઓફલોડિંગ થયું કર્યું હતું. રાજયોની આવી રહેલી ચૂંટણીઓની સાથે કેન્દ્રિય બજેટમાં આર્થિક વિકાસના પગલાંને અવગણીને શેરોમાં ફંડોએ સતત હેમરીંગ સાથે ઉછાળે સતત નફારૂપી વેચવાલી કરતા ગત સપ્તાહે બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૨૦૦૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચરમાં અંદાજીત ૬૦૦ પોઈન્ટનું ધોવાણ થયું હતું.

આંતરરાષ્ટ્રીય મોરચે એક તરફ અમેરિકા અને યુરોપના અન્ય દેશો દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાની અને ફુગાવાને અંકુશમાં લેવાની તજવીજ સામે ચાઈનાએ તેના અર્થતંત્રની પીછેહઠને લઈ વ્યાજ દરમાં ઘટાડો કરતાં વૈશ્વિક પરિસ્થિતિ કથળવાના અંદાજોએ વૈશ્વિક બજારોમાં એકંદર નરમાઈ રહી હતી, ઉપરાંત અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વધારો અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત વધીને વર્ષ ૨૦૧૪ બાદની ઊંચી સપાટીએ પહોંચી જતાં આગામી દિવસોમાં ફરી ફુગાવા – મોંઘવારીની સમસ્યા વકરવાની શકયતા અને અનેક પ્રતિકળ અહેવાલો પાછળ ચોમેરના વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારત વિશ્વની ટોચની પાંચ ઈક્વિટીઝ બજારોમાં સ્થાન મેળવવાની તૈયારીમાં છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારત હાલમાં યુકે બાદ છઠ્ઠું સ્થાન ધરાવે છે. પ્રથમ ચારમાં અમેરિકા, ચીન, જાપાન તથા હોંગકોંગનો સમાવેશ થાય છે. ભારતમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ હાલમાં ૩.૬૭ ટ્રિલિયન ડોલર છે જે યુકેની ૩.૭૫ ટ્રિલિયન ડોલર કરતા ૨%ની જેટલી નીચી છે, એમ બ્લુમ્બર્ગના એક રિપોર્ટમાં જણાવાયું હતું. એક મહિના પહેલા ભારત અને યુકેની માર્કેટ કેપ વચ્ચે આઠ ટકાનો ફરક હતો. કોરોનાના નવા વેરિયેન્ટ તથા અમેરિકા દ્વારા વ્યાજ દર વધારવાના સંકેતોને પગલે ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારોની ડિસેમ્બરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ડિસેમ્બરમાં એક તબક્કે ભારતનું સ્થાન ફ્રાન્સ કરતા નીચે ગબડીને સાતમુ રહ્યું હતું. જો કે ત્યારબાદ ભારતના શેરબજારોએ સારી કામગીરી દર્શાવી હતી અને ફ્રાન્સ કરતા આગળ નીકળી ગયું હતું.

- Advertisement -

છેલ્લા એક મહિનામાં અમેરિકાની માર્કેટ કેપમાં ૧.૮૦%, ચીનની ૪.૦% જ્યારે જાપાનની ઈક્વિટીઝ બજારની માર્કેટ કેપમાં ૨.૭૦% ઘટાડો થયો હતો. બીજી બાજુ હોંગકોંગની માર્કેટ કેપ ૧.૭૦%, યુકેની ૭.૪૦% તથા ભારતની માર્કેટ કેપમાં ૮.૪૦% વધારો થયો છે. ક્રુડ તેલના ભાવમાં વધારો, બોન્ડ યીલ્ડસમાં વૃદ્ધિ તથા ઊંચા મૂલ્યાંકનો વચ્ચે પણ ૨૦૨૧માં ભારતીય ઈક્વિટીઝની માર્કેટ કેપમાં ૨૪% વધારો થયો હતો, જે નવા વર્ષમાં જળવાઈ રહ્યો  હોવાનું જોવા મળે છે. ભારતીય બજારમાં વર્તમાન સુધારો ચાલુ રહેશે તો માર્કેટ કેપની દ્રષ્ટિએ તે યુકે કરતા આગળ નીકળી જઈ ટોચની પાંચ ઈક્વિટીઝ બજારોમાં સ્થાન મેળવશે તે દિવસો દૂર નથી.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૦,૫૬૦.૨૭ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૧,૨૩૧.૦૫ કરોડની ખરીદી તેમજ ૨૦ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૭૧૬૦.૯૯ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૯,૯૦૧.૯૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૫,૪૯૩.૫૯ કરોડની વેચવાલી તેમજ ૨૦ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૧૨,૪૧૫.૧૪ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, કોરોના-ઓમિક્રોન સંક્રમણના આરંભિક દિવસોમાં હાહાકારથી ભયભીત થઈ ગયેલા વિશ્વમાં આ વેરિયન્ટ પ્રમાણમાં ઓછો ઘાતક હોવાના અને મૃત્યુ દરનું પ્રમાણ અત્યંત ઓછું હોવા બાબતે રાહતનો શ્વાસ લઈને વિશ્વ હવે કોરોના વાઈરસને એક પ્રકારના ફલુ હોવાને ધ્યાનમાં લઈ આર્થિક – ઔદ્યોગિક પ્રવૃતિઓમાં ફરી સક્રિય બનવા લાગ્યું છે. જે બદલાતા સમીકરણ સાથે વૈશ્વિક બજારોમાં આર્થિક વિકાસ ફરી ઝડપી બનવાની શકયતા ઊભી થઈ છે. અલબત વિશ્વ પર અત્યારે મોંઘવારી – ફુગાવાનો દાનવ ભરડો લઈ રહ્યો છે, ત્યારે આ મામલે પરિસ્થિતિ હજુ ચિંતાજનક બની રહી છે. આગામી દિવસોમાં રાજયોની આવી રહેલી ચૂંટણીઓ અને કેન્દ્રિય બજેટની તૈયારી સાથે કેન્દ્ર સરકાર માટે સૌથી મોટું ટાસ્ક એલઆઈસી ઓફ ઈન્ડિયાના ઐતિહાસિક – મેગા આઈપીઓને પાર પાડવાનું છે. ચાલુ વર્ષમાં એલઆઈસીના આઈપીઓને લાવીને સરકાર મેગા ડિસઈન્વેસ્ટમેન્ટ કરીને મહત્વની સિદ્વિ હાંસલ કરવા માગે છે. જેથી શકય છે કે આ મેગા ટાસ્કને લઈ સરકાર પણ નહીં ઈચ્છે કે નાના – મધ્યમ કરેકશન સિવાય બજારનું સેન્ટીમેન્ટ ખરાબ થાય.

૨૦૨૧માં આર્થિક ક્ષેત્રે કેટલીક સિધ્ધિઓ જોવા મળી છે પણ જેના પગલે હાલમાં આર્થિક તેજી જોવા મળે છે પરંતુ જ્યારે વર્ષ ૨૦૨૨ ચૂંટણીનું વર્ષ બની રહેવાનું છે ત્યારે આર્થિક તેજીની અસર ઠગારી નિવડી શકે છે. ઉપરાંત મોંઘવારીનું દબાણ આર્થિક તંત્ર પર જોવા મળી રહ્યું છે. આર્થિક તેજી ટકી રહે એવા કોઇ પરિબળો જોવા મળતા નથી. ૨૦૨૨ના અંત સુધીમાં મોંઘવારીમાં વધારો થાઈ એવા અનેક પરિબળો ઉભા થઇ રહ્યા છે. મોંઘવારીનો આર્થિક તેજીને બગાડી શકે છે. આગામી દિવસોમાં પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામોનો દોર જળવાઈ રહેવાની શકયતા વચ્ચે બે તરફી અફડાતફડી સાથે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૬૪૭ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૧૭૪૦૪ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૭૩૭ પોઇન્ટથી ૧૭૮૦૮ પોઇન્ટ, ૧૭૮૮૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૮૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૭૭૪૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૯૦૦૯ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૭૩૭૩ પોઇન્ટથી ૩૭૦૦૭ પોઇન્ટ, ૩૬૮૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૯૦૦૯ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) રામકો સિમેન્ટ ( ૯૪૩ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૮૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૬૩ થી રૂ.૯૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૯૮૯ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) સન ફાર્મા ( ૮૧૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૮૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૭૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૮૦૩ ) :- રૂ.૭૭૦ નો પ્રથમ તેમજ રૂ.૭૪૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૮૨૮ થી રૂ.૮૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) ભારત ફોર્જ ( ૭૪૩ ) :- ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૭ થી રૂ.૭૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ટીવીએસ મોટર ( ૬૪૮ ) :- રૂ.૬૨૬ નો પ્રથમ તેમજ રૂ.૬૦૬ ના સ્ટોગ સપોર્ટથી 2/3 વ્હીલર્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૬૬૩ થી રૂ.૬૭૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) વિપ્રો લિમિટેડ ( ૬૦૫ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૫૮૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૬૨૬ થી રૂ.૬૩૬ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) જિંદાલ સ્ટીલ & પાવર ( ૪૦૫ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૩૮૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૪૨૪ થી રૂ.૪૪૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) આઈટીસી લિમિટેડ ( ૨૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ તમાકુ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૨ આસપાસ રોકાણકારે રૂ.૨૩૨ થી રૂ.૨૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૪૭૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૩૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ઇન્ટીગ્રેટેડ ઓઈલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૫૦૮ થી રૂ.૨૫૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૭૮૪ ) :- આ સ્ટોક રૂ.૧૭૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૭૨૭ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૧૮ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૮૧૧ ) :- ૧૩૭૫ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૭૮૭ નો પ્રથમ તેમજ રૂ.૭૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૮૨૮ થી રૂ.૮૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) કોટક બેન્ક ( ૧૮૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૩૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૮૮૦ થી રૂ.૧૮૪૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૬૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ટાટા સ્ટીલ ( ૧૧૭૦ ) :- રૂ.૧૧૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૧૫૭ થી રૂ.૧૧૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) સન ફાર્મા ( ૮૧૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૨૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૮૩૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૯૭ થી રૂ.૭૮૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૪૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) ટાઈમ ટેક્નોપ્લાસ્ટ ( ૯૦ ) :- પ્લાસ્ટિક પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૭ થી રૂ.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) જીનસ પાવર ( ૭૪ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ઇલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૬૬ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૭૮ થી રૂ.૮૫ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) થોમસ કૂક ( ૬૫ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦ નો પ્રથમ તેમજ રૂ.૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટ્રાવેલ સપોર્ટ સર્વિસ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૩ થી રૂ.૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ઓમેક્સ ઓટો ( ૫૯ ) :- રૂ.૫૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૩ થી રૂ.૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૭૪૭૪ થી ૧૭૮૮૮ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular