Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ખોડલધામ પાટોત્સવની ઉજવણી કરાઇ

જામનગરમાં ખોડલધામ પાટોત્સવની ઉજવણી કરાઇ

જિલ્લામાં 80 થી વધુ સ્થળોએ પાટિદારોએ ખોડલધામનો પાટોત્સવ નિહાળ્યો : કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં : રંગોળી અને ફૂલહારથી સુશોભન કરાયું

- Advertisement -

ખોડલધામ મંદિરમાં બિરાજમાન માઁ ખોડલની પ્રાણ-પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજરોજ પાટોત્સવ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને જામનગર જિલ્લામાં 80થી પણ વધુ સ્થળોએ પાટીદારોએ લાઇવ નિહાળ્યો હતો. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા પંચવર્ષિય પાટોત્સવ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. જે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો ઉપરાંત એલઇડી સ્ક્રીન મારફત લાઇવ દર્શાવવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમનું જામનગર જિલ્લામાં 80થી પણ વધુ સ્થળોએ લાઇવ પ્રસારણ કરાયું હતું. જામનગરના વિભાપર ખાતે એલઇડી સ્ક્રીન મુકી પાટીદારોએ કાર્યક્રમ નિહાળ્યો હતો. રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ સહિત જામનગર જિલ્લા ખોડલધામ સમિતિની ટીમ તથા મોટી સંખ્યામાં લેઉવા પાટીદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

જ્યારે ખોડલધામ ના આંગણે વર્ચ્યુલ પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખોડલધામ મંદિર ખાતેથી સવારે 9 વાગ્યે ડોક્યુમેન્ટરી ત્યારબાદ 9.15 કલાકે ખોડલધામ મંદિર ધ્વજા રોહણ, 9.25 વાગ્યે ખોડલધામ મંદિર આરતી અને ત્યારબાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સમાજ જોગ સંદેશો આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમનું સમાપન થયું હતું.

ગામ કે શહેરમાં જે તે વિસ્તારમાં જ્ઞાતિજનો વસતા હોય તેવી જગ્યા સમાજવાદી પાર્ટી પ્લોટ મંદિર કે કોઈ મોટા હોલ આ ટીવી કે એલઇડી સ્ક્રીન ની ગોઠવણી કરાઇ હતી. તેમજ સોસાયટી કે ગામના ઝાંપે કે કાર્યાલય ઉપર આસોપાલવના તોરણ અને ફૂલહાર થી શુશોભાન પણ લગાવવામાં આવ્યા હતા

- Advertisement -

જામનગર શહેરમાં 22 જગ્યાએ એલઇડી સ્ક્રીન અને તાલુકા અને ગામડાઓમાં 68 જગ્યા એલઇડી સ્ક્રીન દ્વારા પાંચ મો ખોડલધામ પાટોઉત્સવ પાટીદારોએ નિહાળ્યો હતો. જ્યારે જામનગર શહેર અને જિલ્લામાં માઁ ખોડલના મંદિરોમાં, ખોડલધામ કાર્યાલય અને જે સ્થળો પણ એલઇડી સ્ક્રીનમાં આવી હતી તે જગ્યા પર માતાજીની મૂર્તિ રાખી રંગોળી ફૂલહારથી સુશોભન કર્યું હતું. કાર્યક્રમના અંતે પ્રસાદીરૂપે લાપસીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular