ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે આજે રોજ આરોગ્યમંમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદમાં કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞો સાથે ચર્ચા કરી હતી. કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞોએ જણાવ્યું કે ગુજરાતમાં હાલ જે કોરોના પોઝીટીવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તે ચિંતાજનક બાબત છે. મોટાભાગના કેસ ઓમીક્રોનના છે.
કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક બાદ ડો. સુધીર શાહે જણાવ્યું કે, નવો વેરિઅન્ટ ઓમિક્રોન આવી ગયો છે. 60 થી 68 ટકા કેસ ઓમીક્રોનના છે. ડેલ્ટા વેરિઅન્ટ પણ અત્યારે છે. ઓમિક્રોન ઝડપથી ફેલાય છે. જેમણે વેક્સિન નથી લીધી એ અને બાળકો સજાગ રહેવા અપીલ કરી છે. ઓમીક્રોન વેરીયન્ટનો સંક્રમણદર વધુ હે. અને આ વેરીયન્ટમાં અગાઉની દવાઓ પણ કારગત નથી તેમ સુધીર શાહે જણાવ્યું છે.
તમામ લોકોએ કોરોનાને સામાન્ય ફ્લુ ન ગણવો જોઈએ તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરી જે લોકોએ વેક્સિન લીધી નથી તે લોકોને વેક્સિન લઇ લેવા ટાસ્ક ફોર્સના ડોકટરોએ જણાવ્યું છે. ઉપરાંત ઓમિક્રોન કોઈ ઇમ્યુનિટીને ગાંઠતો નથી. હાઈબ્રિડ ઇમ્યુનિટીને પણ ગાંઠતો જ નથી. ઓમિક્રોન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે અને ફેફસાને ઓછું નુકસાન કરે છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછા દાખલ કરવા પડે છે. ડેલ્ટા હતો ત્યારે વેક્સિનેશન ઓછું હતું. અત્યારે મોટાભાગે લોકો વેક્સિનેટેડ છે.
ઉપરાંત કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટમાં હજુ હજુ મ્યૂટેશન આવી શકે છે જે વધુ ગંભીર હોઇ શકે છે. તેથી વાઇરસના સ્વરૂપ અને ખાસ તો ઓમિક્રોનનું સ્વરૂપ બદલાય તેના પર નજર રાખવી જોઇએ.