જામનગરના સીટી એ ડિવિઝનના પોલીસ કોન્ટેબલ સતત બે માસ સુધી ગેરહાજર રહી અને લાંબી રજા માંગતા તેની રજા મંજુર ન થતાં ફેમેલી સીકની એન્ટ્રી કરાવી ગેરહાજર રહીને પીએસઆઈની શારીરીક કસોટીમા ભાગ લીધો હતો અને હાજર થવા અધિકારીની નોટીસ અને હુકમની પણ અવગણના કરી ગેરહાજર રહેતા પોલીસકર્મી વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના સરાપાદર ગામમાં રહેતા અને સીટી એ ડિવિઝનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અનિરૂધ્ધસિંહ બળદેવસિંહ જાડેજા નામના પોલીસકર્મી 50 દિવસની બીન પગારી રજા પર હોય અને તેઓની રજા પુરી થતાં પરત ફરજ પર હાજર થયેલ ન હોય અને 27 દિવસ મનસ્વી પણે ગેરહાજર રહ્યો હતો. ત્યાર બાદ જીપીએકટ 145ની નોટીસની બજવણી થતાં તે નોકરી પર હાજર થયો હતો. ત્યારબાદ ફરી લાંબી રજા માંગતા આચાર સહીતાના કારણે રજા ન મળતા માતાની ફેમેલી શીકની એન્ટ્રી કરાવીને નોકરી પર ગેરહાજર રહ્યો હતો ઉપરાંત નોકરી પર ગેરહાજર દરમ્યાન પીએસઆઈની શારીરીક કસોટીમાં ભાગ લીધો હતો. જેથી પોલીસકર્મીને ફરીથી તા.15/1/ 22ના રોજ નોટીસની બજવણી કરતાં તે મુદત સમયમાં હાજર થયેલ ન હતો અને ડીસીપ્લીન ફોર્સના કર્મચારી તરીકે કાયદેસરના હુકમની અવગણના કરી પાલન ના કરી ફરજ પર હાજર થયેલ ન હતો.
બનાવ અંગે પોલીસ વિભાગ દ્વારા આ પોલીસકર્મી વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી પોલીસ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ જાડેજા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ પીઆઇ એમ.જે.જલુ દ્વારા કરવામાં આવી રહી છે.