જામનગર શહેરમાં ન્યુ ઇન્દિરા કોલોની વિસ્તારમાં આવેલાં રહેણાંક મકાનમાંથી પોલીસે રેઇડ દરમ્યાન દારૂની 36 બોટલ અને ચપટા તથા મોબાઇલ મળી રૂા.27,000ના મુદ્દામાલ સાથે બે મહિલા સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેમાં ન્યુ ઇન્દિરા કોલોની શેરી નં.14ના છેડે આવેલાં માઘવ ગોવિંદ સાગઠિયા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી સી ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન તલાસી લેતાં રૂા.18,000ની કિંમતની દારૂની 36 બોટલો અને રૂા.2400ની કિંમતના 24 નંગ ચપલા તથા રૂા.7000ની કિંમતના ત્રણ મોબાઇલ સાથે માધવ ગોવિંદ સાગઠિયા અને સનુબેન સોમા નિનામા, રમિલાબેન માજુ ભુરીયા નામના ત્રણ શખ્સોેને કુલ રૂા.27,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની પૂછપરછ હાથ ધરી હતી.